પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નિર્ગમન 10:1

Notes

No Verse Added

નિર્ગમન 10:1

1
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જા. કારણ મેં તેને અને તેના અમલદારોને એટલા માંટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું તેમને માંરા શક્તિશાળી ચમત્કાર બતાવી શકું.”
2
અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં મિસરના લોકોને કેવી સખત સજા આપી હતી, અને મેં તેમને શું ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું યહોવા છું.”
3
એટલા માંટે મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, “હિબ્રૂઓના દેવ યહોવા કહે છે; ‘તું કયાં સુધી માંરી આજ્ઞાનું પાલન કરવા ના કરીશ? માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે.
4
ધ્યાન રાખ, જો તું માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો યાદ રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડો લાવીશ.
5
અને તે લોકો જમીનને એવી ઢાંકી દેશે કે કોઈ જમીન જોવા પામશે નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ વધ્યું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંનું એકેએક વૃક્ષ ખાઈ જશે.
6
તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.”‘ ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.
7
ફારુનના અમલદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી લોકોની જાળમાં ફસાએલા રહીશું? લોકોને એમના દેવ યહોવાની ઉપાસના કરવા જવા દો. તમે એમને જવા નહિ દો તો, તમને ખબર પડે તે પહેલા, મિસરનો વિનાશ થઈ જશે!”
8
એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે પાછા બોલાવવામાં આવ્યા. પછી ફારુને તેમને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમાંરા દેવ યહોવાની ઉપાસના કરો, પણ તમે કોણ કોણ જશો?”
9
મૂસાએ જવાબ આપ્યો, “અમાંરા યુવાન અને વૃદ્ધ બધાંજ જશે; અને અમે અમાંરા પુત્રપુત્રીઓ તથા ઘેટાંબકરાં અને ઢોરને પણ લઈ જઈશું. અમે બધાં જઈશું, કારણ અમાંરા માંટે અમાંરા યહોવાનો ઉત્સવ છે.”
10
ફારુને તેમને કહ્યું, “હું તમને અને તમાંરાં સર્વ બાળબચ્ચાંને મિસરમાંથી જવા દઉ તે પહેલા દેવ ખરેખર તમાંરી સાથે હોવા જોઈયે. મને લાગે છે કે તમે કઈ ખરાબ વિચારી રહ્યાં છો.
11
ના ભાઈ ના, જાઓ, એકલા પુરુષો જાઓ અને યહોવાની ઉપાસના કરો. એટલી તમાંરી માંગણી હતી. હવે તમાંરા બધાજ લોકો જઈ શકે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને જવા દીધાં.
12
પછી યહોવાએ મૂસાને કહ્યું, “મિસરની ભૂમિ પર તારો હાથ ફેલાવ એટલે મિસર ઉપર તીડો આવશે. તીડો મિસરની તમાંમ ભૂમિ પર પ્રસરી જશે અને કરાથી બચી ગયેલાં તમાંમ વૃક્ષો અને છોડોને ખાઈ જશે.”
13
મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઉઠાવી અને યહોવાએ તે આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ફૂંકાવ્યો, અને સવાર થતાં સુધીમાં તો તોફાની પૂર્વનો પવન તીડોના ટોળાં લઈ આવ્યો.
14
સમગ્ર મિસર પર તીડો ચડી આવ્યાં અને દેશભરમાં પ્રવેશી અને ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે નહિ.
15
તીડોનાં ટોળે ટોળાં સમગ્ર ભૂમિ પર છવાઈ ગયા અને ધરતી કાળી કાળી થઈ ગઈ. કરામાંથી બચી ગયેલા મિસર દેશના તમાંમ છોડો અને વૃક્ષો ઉપરનાં બધાંજ ફળ તેઓ ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને છોડો નામશેષ થઈ ગયા. કોઈ પણ છોડ પર એકે પાંદડું રહ્યું નહિ.
16
ફારુને મૂસા અને હારુનને વહેલા બોલાવડાવ્યા, અને તેણે કહ્યું, “મેં તમાંરા દેવ અને તમાંરી વિરુધ્ધ પાપ કર્યુ છે.
17
વાર માંરો ગુનો માંફ કરો, અને તમાંરા દેવ યહોવાને પ્રાર્થના કરો અને તેમને અરજ કરો કે તે મને “મોત” ના તીડો માંરામાંથી બહાર કાઢે.”
18
મૂસા ફારુનની પાસેથી વિદાય થયો અને તેણે યહોવાને પ્રાર્થના કરી.
19
એટલે યહોવાએ પવનની દિશા બદલી નાંખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફૂંકાવા લાગ્યો. અને તેણે તીડોને ઉપાડીને રાતા સમુદ્રમાં હાંકી કાઢયાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.
20
પરંતુ યહોવાએ ફારુનને વળી પાછો હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇસ્રાએલીઓને જવા દીધા.
21
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથોને આકાશ તરફ ફેલાવ. એટલે ગાઢ અંધકાર મિસર દેશને ઢાંકી દેશે, અંધકાર એટલો બધો ગાઢ હશે કે તમે તેને સ્પર્શ કરીને અનુભવી શકશો.”
22
એટલે મૂસાએ હવામાં આકાશ તરફ હાથ ઉગામ્યો અને પ્રગાઢ અંધકારે મિસર દેશને ઢાંકી દીધો. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર રહ્યો.
23
કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શક્તી હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊભું થઈ શક્યું નહિ, પરંતુ તે બધી જગ્યાઓ પર જ્યાં ઇસ્રાએલના લોકો રહેતા હતા ત્યાં પ્રકાશ હતો.
24
ફારુને મૂસાને ફરી બોલાવ્યો અને કહ્યું, “જાઓ, અને યહોવાની ઉપાસના કરો. તમે તમાંરી સાથે તમાંરા બાળકોને પણ લઈ જઈ શકો છો. ફકત તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરને પાછળ મૂક્તા જજો.”
25
મૂસા કહ્યું, “અમે અમાંરા ઘેટાંબકરાં અને ઢોર અમાંરી સાથે લઈ જઈશું એટલું નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તમે અમને યજ્ઞ માંટેના અર્પણો પણ આપશો અને અમે લોકો અર્પણોનો દેવ યહોવાની ઉપાસના માંટે ઉપયોગ કરીશું.
26
અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે?” તેથી બધી વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.”
27
યહોવાએ ફારુનને પાછો હઠાગ્રહી બનાવ્યો, તેથી ફારુને તેમને જવા દેવા માંટે ના પાડી.
28
પછી ફારુને મૂસાને કહ્યું, “માંરી પાસેથી દૂર હઠ, હું નથી ઈચ્છતો કે તું ફરીવાર અહીં આવે. એમ છતાં જો તું મને મળવા આવીશ તો માંર્યો જઈશ, ખબરદાર! મને ફરી મોઢું બતાવ્યું તો! અને જો બતાવ્યું તો તે દિવસે મૂઓ જાણજે.”
29
પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી તમને મળવા કદાપી આવીશ નહિ.”
×

Alert

×

gujarati Letters Keypad References