2. “ઇઝરાયલી લોકોમાં વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના, એટલે ઇઝરાયલમાંના જેટલા યુદ્ધમાં જવા શક્તિમાન હોય તેઓની કુલ સંખ્યા તેઓના પિતાનાં ઘર પ્રમાણે કાઢો.”
|
4. “વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરનાની ગણતરી કરો, જેમ યહોવાએ મૂસાને તથા જે ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યા હતા તેઓને આજ્ઞા આપી હતી તેમ.”
|
5. ઇઝરાયલનો જ્યેષ્ઠ પુત્ર રુબેન:રુબેનના દિકરા: હનોખ થી હનોખીઓનું કુટુંબ. પાલ્લુથી પાલ્લુઈઓનું કુટુંબ.
|
9. અને એલિયાબના દિકરા: નમુએલ તથા દાથાન તથા અબિરામ. જે દાથાન તથા અબિરામ પ્રજાથી પસંદ કરાયેલા હતા, તથા જેઓએ કોરાની સભામાં મૂસાની તથા હારુનની સામે ટક્કર લઈને યહોવાની વિરુદ્ધ ટક્કર લીધી હતી તે જ એ હતા.
|
10. અને તે ટોળી મરી ગઈ તે સમયે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને કોરા સહિત ગળી ગઈ. તે સમયે અગ્નિ અઢીસો માણસોને સ્વાહા કરી ગયો, ને તેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.
|
12. શિમયોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ.
|
15. ગાદના દિકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે:સફોનથી સફોનીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ. ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.
|
20. અને યહુદાના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતા: શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.
|
29. મનાશ્શાના દિકરા: માખીરથી માખીરીઓનું કુટુંબ. અને માખીરને પેટે ગિલ્યાદ થયો. અને ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.
|
33. અને હેફેરના દિકરા સલોફહાદને દિકરા નહોતા, પણ દીકરીઓ હતી. અને સલોફહાદની દીકરીઓનાં નામ માહલા તથા નોઆ, હોગ્લા, મિલ્કા તથા તિર્સા હતાં.
|
35. એફ્રાઈમના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.
|
37. એફ્રાઈમના દિકરાઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બત્રીસ હજાર ને પાંચસો હતા. યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
|
41. બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને છસો હતા.
|
42. દાનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. દાનનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
|
44. આશેરના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:ઇમ્નાથી ઇમ્નીઓનું કુટુંબ. ઇશ્વીથી ઇશ્વીઓનું કુટુંબ. બરિયાથી બરિયાઈઓનું કુટુંબ.
|
50. નફતાલીઓનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને ચારસો હતા.
|
54. જેઓ ઘણા તેઓને તેમના પ્રમાણમાં વધતો વારસો તું આપ, ને જેઓ થોડા તેઓને તેમના પ્રમાણમાં તું ઓછો વારસો તું આપ. પ્રત્યેકને તેના લોકની ગણતરીના પ્રમાણમાં વારસો આપવામાં આવે.
|
57. અને લેવીઓમાંના જેઓની પોતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તેઓ આ છે: ગેર્શોનથી ગેર્શોનીઓનુમ કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ.
|
58. લેવીઓનાં કુટુંબો આ છે. લીબ્નીઓનું કુટુંબ, મુશીઓનું કુટુંબ, કોરાહીઓનુમ કુટુંબ. અને કહાથને પેટે આમ્રામ થયો.
|
59. અને આમ્રામની સ્ત્રીનું નામ યોખેબદ હતું, તે લેવીની દીકરી હતી કે, જે મિસરમાં લેવીને પેટે થઈ હતી. અને તેને આમ્રામના પેટનાં હારુન તથા મૂસા તથા તેઓની બહેન મરિયમ થયાં.
|
62. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ, એટલે એક માસના તથા તેથી વધારે વયના, સર્વ નટો ત્રેવીસ હજાર હતા; કેમ કે ઇઝરાયલી લોકો મધ્યે તેઓની ગણતરી થઈ નહોતી, કેમ કે ઇઝરાયલી લોકોમાં તેઓને વારસો મળ્યો ન હતો.
|
63. મૂસાથી તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ એ છે. તેઓએ મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે ઇઝરાયલી લોકોની ગણતરી કરી.
|
64. પણ મૂસાએ તથા હારુન યાજકે જ્યારે સિનાઈના અરણ્યમાં ઇઝરાયલી લોકોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓમાંનું એકે માણસ તેઓમાં રહ્યું નહોતું;
|
65. કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.
|