ગણના 26 : 1 (GUV)
અને મરકી બંધ થયા પછી એમ થયું કે, યહોવાએ મૂસાને તથા હારુન યાજકના દિકરા એલાઝારને કહ્યું,
ગણના 26 : 2 (GUV)
“ઇઝરાયલી લોકોમાં વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના, એટલે ઇઝરાયલમાંના જેટલા યુદ્ધમાં જવા શક્તિમાન હોય તેઓની કુલ સંખ્યા તેઓના પિતાનાં ઘર પ્રમાણે કાઢો.”
ગણના 26 : 3 (GUV)
અને મૂસાએ તથા એલાઝાર યાજકે મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે તેઓને એમ કહ્યું,
ગણના 26 : 4 (GUV)
“વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરનાની [ગણતરી કરો], જેમ યહોવાએ મૂસાને તથા જે ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યા હતા તેઓને આજ્ઞા આપી હતી તેમ.”
ગણના 26 : 5 (GUV)
ઇઝરાયલનો જ્યેષ્ઠ પુત્ર રુબેન:રુબેનના દિકરા: હનોખ [થી] હનોખીઓનું કુટુંબ. પાલ્લુથી પાલ્લુઈઓનું કુટુંબ.
ગણના 26 : 6 (GUV)
હેસ્ત્રોનથી હેસ્ત્રોનીઓનું કુટુંબ. કાર્મીથી કાર્મીઓનુમ કુટુંબ.
ગણના 26 : 7 (GUV)
રુબેનીઓનાં કુટુંબો એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ તેંતાળીસ હજાર સાતસો ને ત્રીસ હતા.
ગણના 26 : 8 (GUV)
અને પાલ્લુના દિકરા: એલિયાબ.
ગણના 26 : 9 (GUV)
અને એલિયાબના દિકરા: નમુએલ તથા દાથાન તથા અબિરામ. જે દાથાન તથા અબિરામ પ્રજાથી પસંદ કરાયેલા હતા, તથા જેઓએ કોરાની સભામાં મૂસાની તથા હારુનની સામે ટક્કર લઈને યહોવાની વિરુદ્ધ ટક્કર લીધી હતી તે જ [એ હતા].
ગણના 26 : 10 (GUV)
અને તે ટોળી મરી ગઈ તે સમયે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને કોરા સહિત ગળી ગઈ. તે સમયે અગ્નિ અઢીસો માણસોને સ્વાહા કરી ગયો, ને તેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.
ગણના 26 : 11 (GUV)
પણ કોરાના દિકરા મર્યા નહિ.
ગણના 26 : 12 (GUV)
શિમયોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ.
ગણના 26 : 13 (GUV)
ઝેરાથી ઝેરાહીઓનું કુટુંબ, શાઉલથી શાઉલીઓનું કટુંબ.
ગણના 26 : 14 (GUV)
શિમયોનીઓનાં કુટુંબ એ છે. તેઓ બાવીસ હજાર ને બસો હતા.
ગણના 26 : 15 (GUV)
ગાદના દિકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે:સફોનથી સફોનીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ. ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.
ગણના 26 : 16 (GUV)
એરીથી એરીઓનું કુટુંબ.
ગણના 26 : 17 (GUV)
અરોહીથી અરોહીઓનું કુટુંબ. આરેલીથી આરેલીઓનું કુટુંબ.
ગણના 26 : 18 (GUV)
ગાદના દિકરાઓનાં કુટુંબ એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચાળીસ હજાર ને પાંચસો હતા.
ગણના 26 : 19 (GUV)
યહૂદાના દિકરા, એર તથા ઓનાન:અને એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા.
ગણના 26 : 20 (GUV)
અને યહુદાના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતા: શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.
ગણના 26 : 21 (GUV)
અને પેરેસના દિકરા આ હતા: હેસ્ત્રોનથી હેસ્ત્રોનીઓનું કુટુંબ. હામુલથી હામુલીઓનું કટુંબ.
ગણના 26 : 22 (GUV)
યહુદાના કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ છોંતેર હજાર ને પાંચસો હતા.
ગણના 26 : 23 (GUV)
ઇસ્સાખારના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:તોલા [થી] તોલાઈઓનું કુટુંબ. પૂવાથી પૂવીઓનું કુટુંબ.
ગણના 26 : 24 (GUV)
યાશુબથી યાશુબીઓનું કુટુંબ.
ગણના 26 : 25 (GUV)
ઇસ્સાખારનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજાર ને ત્રણસો હતા.
ગણના 26 : 26 (GUV)
ઝબુલોનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ.
ગણના 26 : 27 (GUV)
ઝબુલોનીઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ સાઠ હજાર ને પાંચસો હતા.
ગણના 26 : 28 (GUV)
યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:મનશ્શા તથા એફ્રાઈમ.
ગણના 26 : 29 (GUV)
મનાશ્શાના દિકરા: માખીરથી માખીરીઓનું કુટુંબ. અને માખીરને પેટે ગિલ્યાદ થયો. અને ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.
ગણના 26 : 30 (GUV)
ગિલ્યાદના દિકરા આ છે: ઇએઝેર [થી] ઇએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ.
ગણના 26 : 31 (GUV)
અને આસરિયેલ [થી] શખેમીઓનું કુટુંબ. અને શખેમ [થી] શખેમીઓનું કુટુંબ.
ગણના 26 : 32 (GUV)
અને શમિદા [થી] શમિદાઈઓનું કુટુંબ. અને હેફેર [થી] હેફેરીઓનું કુટુંબ.
ગણના 26 : 33 (GUV)
અને હેફેરના દિકરા સલોફહાદને દિકરા નહોતા, પણ દીકરીઓ હતી. અને સલોફહાદની દીકરીઓનાં નામ માહલા તથા નોઆ, હોગ્લા, મિલ્કા તથા તિર્સા હતાં.
ગણના 26 : 34 (GUV)
મનાશ્શાનાં કુટંબો એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બાવન હજાર ને સાતસો હતા.
ગણના 26 : 35 (GUV)
એફ્રાઈમના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.
ગણના 26 : 36 (GUV)
અને શૂથેલાહના દિકરા આ છે: એરાનથી એરાનીઓનું કુટુંબ.
ગણના 26 : 37 (GUV)
એફ્રાઈમના દિકરાઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બત્રીસ હજાર ને પાંચસો હતા. યૂસફના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
ગણના 26 : 38 (GUV)
બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.
ગણના 26 : 39 (GUV)
શફુફામથી શફુમીઓનું કુટુંબ. હુફામથી હુફામીઓનું કુટુંબ.
ગણના 26 : 40 (GUV)
અને બેલાના દિકરા આર્દ તથા નામાન હતા. આર્દ [થી] આર્દીઓનું કુટુંબ. નામાનથી નામાનીઓનું કુટુંબ.
ગણના 26 : 41 (GUV)
બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને છસો હતા.
ગણના 26 : 42 (GUV)
દાનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂહામથી શૂહામીઓનું કુટુંબ. દાનનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
ગણના 26 : 43 (GUV)
શૂહામીઓનાં સર્વ કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજારને ચારસો હતા.
ગણના 26 : 44 (GUV)
આશેરના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:ઇમ્નાથી ઇમ્નીઓનું કુટુંબ. ઇશ્વીથી ઇશ્વીઓનું કુટુંબ. બરિયાથી બરિયાઈઓનું કુટુંબ.
ગણના 26 : 45 (GUV)
બરિયાના દિકરાઓથી; હેબેરથી હેબરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.
ગણના 26 : 46 (GUV)
અને આશેરની દીકરીનું નામ સેરા હતું.
ગણના 26 : 47 (GUV)
આશેરના દિકરાઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ત્રેપન હજાર ચારસો હતા.
ગણના 26 : 48 (GUV)
નફતાલીના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:યાહસેલથી યાહસેલીઓનું કુટુંબ. ગૂનીથી ગૂનીઓનું કુટુંબ.
ગણના 26 : 49 (GUV)
યેસેરથી યેસેરથી યેસેરીઓનું કુટુંબ. શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.
ગણના 26 : 50 (GUV)
નફતાલીઓનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને ચારસો હતા.
ગણના 26 : 51 (GUV)
ઇઝરાયલી લોકોમાંના જેઓની ગણતરી થઈ તેઓ એ છે, ને તેઓ છ લાખ, એક હજાર, સાતસો ને ત્રીસ હતા.
ગણના 26 : 52 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 26 : 53 (GUV)
“તેઓના નામોની સંખ્યાના પ્રમાણમાં તેઓને દેશનો વારસો વહેંચી આપવો.
ગણના 26 : 54 (GUV)
જેઓ ઘણા તેઓને તેમના પ્રમાણમાં વધતો વારસો તું આપ, ને જેઓ થોડા તેઓને તેમના પ્રમાણમાં તું ઓછો વારસો તું આપ. પ્રત્યેકને તેના લોકની ગણતરીના પ્રમાણમાં વારસો આપવામાં આવે.
ગણના 26 : 55 (GUV)
તથાપિ ચિઠ્ઠીઓ નાખીને દેશની વહેંચણી કરવી. તેઓને પોતાના પિતાનાં કુળોનાં નામો પ્રમાણે વારસો મળે.
ગણના 26 : 56 (GUV)
ઘણા તથા થોડાની વચમાં વારસાની વહેંચણી ચિઠ્ઠીઓ નાખીને થાય.”
ગણના 26 : 57 (GUV)
અને લેવીઓમાંના જેઓની પોતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તેઓ આ છે: ગેર્શોનથી ગેર્શોનીઓનુમ કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ.
ગણના 26 : 58 (GUV)
લેવીઓનાં કુટુંબો આ છે. લીબ્નીઓનું કુટુંબ, મુશીઓનું કુટુંબ, કોરાહીઓનુમ કુટુંબ. અને કહાથને પેટે આમ્રામ થયો.
ગણના 26 : 59 (GUV)
અને આમ્રામની સ્‍ત્રીનું નામ યોખેબદ હતું, તે લેવીની દીકરી હતી કે, જે મિસરમાં લેવીને પેટે થઈ હતી. અને તેને આમ્રામના પેટનાં હારુન તથા મૂસા તથા તેઓની બહેન મરિયમ થયાં.
ગણના 26 : 60 (GUV)
અને હારુનને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા.
ગણના 26 : 61 (GUV)
અને નાદાબ તથા અબીહૂ યહોવાની સમક્ષ પારકો અગ્નિ ચઢાવતાં માર્યા ગયા.
ગણના 26 : 62 (GUV)
અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ, એટલે એક માસના તથા તેથી વધારે વયના, સર્વ નટો ત્રેવીસ હજાર હતા; કેમ કે ઇઝરાયલી લોકો મધ્યે તેઓની ગણતરી થઈ નહોતી, કેમ કે ઇઝરાયલી લોકોમાં તેઓને વારસો મળ્યો ન હતો.
ગણના 26 : 63 (GUV)
મૂસાથી તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ એ છે. તેઓએ મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે ઇઝરાયલી લોકોની ગણતરી કરી.
ગણના 26 : 64 (GUV)
પણ મૂસાએ તથા હારુન યાજકે જ્યારે સિનાઈના અરણ્યમાં ઇઝરાયલી લોકોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓમાંનું એકે માણસ તેઓમાં રહ્યું નહોતું;
ગણના 26 : 65 (GUV)
કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65

BG:

Opacity:

Color:


Size:


Font: