Numbers 26 : 1 (GUV)
રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,
Numbers 26 : 2 (GUV)
“ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”
Numbers 26 : 3 (GUV)
તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,
Numbers 26 : 4 (GUV)
“યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:
Numbers 26 : 5 (GUV)
ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.
Numbers 26 : 6 (GUV)
હેસ્રોનનું કુટુંબ. અને કાર્મીનું કુટુંબ.
Numbers 26 : 7 (GUV)
રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.
Numbers 26 : 8 (GUV)
પાલ્લૂના વંશજો: અલીઆબ,
Numbers 26 : 9 (GUV)
અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો.
Numbers 26 : 10 (GUV)
પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા.
Numbers 26 : 11 (GUV)
તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.
Numbers 26 : 12 (GUV)
શિમયોનના કુળસમૂહો:નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ.યાખીનનું કુટુંબ,
Numbers 26 : 13 (GUV)
ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.
Numbers 26 : 14 (GUV)
શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.
Numbers 26 : 15 (GUV)
ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા.સફોનથી સફોનીઓનું કુટુંબ.હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ.શૂનીથી શૂનીઓનું કુટુંબ.
Numbers 26 : 16 (GUV)
ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.એરીથી એરીઓનું કુટુંબ.
Numbers 26 : 17 (GUV)
અરોદથી અરોદીઓનું કુટુંબ.આરએલીથી આરએલીઓનું કુટુંબ.
Numbers 26 : 18 (GUV)
આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી.
Numbers 26 : 19 (GUV)
યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા.પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.
Numbers 26 : 20 (GUV)
યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:શેલાથી શેલાનીઓનું કુટુંબ.પેરેસથી પેરેસીઓનું કુટુંબ.ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.
Numbers 26 : 21 (GUV)
પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા:હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ.તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.
Numbers 26 : 22 (GUV)
આ યહૂદાના કુળસમૂહનાં કુટુંબો છે; તેઓની કુળ સંખ્યા 76,500 હતી.
Numbers 26 : 23 (GUV)
ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા:તોલાથી તોલાઈઓનું કુટુંબ.પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.
Numbers 26 : 24 (GUV)
યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ.શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.
Numbers 26 : 25 (GUV)
આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે.
Numbers 26 : 26 (GUV)
ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:સેરેદથી સેરેદીઓનું કુટુંબ.એલોનથી એલોનીઓનું કુટુંબ.યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.
Numbers 26 : 27 (GUV)
ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.
Numbers 26 : 28 (GUV)
યૂસફના કુળસમૂહમાં તેના પુત્ર મનાશ્શા અને એફ્રાઈમના પુત્રોના નામ ઉપરથી કુટુંબો હતા.
Numbers 26 : 29 (GUV)
મનાશ્શાનાં વંશનાં કુટુંબો:માંખીરથી માંખીરીઓનું કુટુંબ.
Numbers 26 : 30 (GUV)
માંખીરના પુત્ર ગિલયાદમાંથી આટલાં કુટુંબો ઊતરી આવે છે:ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ.હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને
Numbers 26 : 31 (GUV)
આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ.અને શખેમથી શખેમીઓનું કુટુંબ.
Numbers 26 : 32 (GUV)
શમીદાથી શમીદાઈઓનું કુટુંબ.હેફેરથી હેફેરીઓનું કુટુંબ.
Numbers 26 : 33 (GUV)
હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે:માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.
Numbers 26 : 34 (GUV)
મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા:તેમની કુલ સંખ્યા 52,700 ની હતી.
Numbers 26 : 35 (GUV)
એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ.બેખેરથી બેખેરીઓનું કુટુંબ.તાહાનથી તાહાનીઓનું કુટુંબ.
Numbers 26 : 36 (GUV)
શૂથેલાહના વંશજો.એરાનથી એરાનીઓનું કુટુંબ.
Numbers 26 : 37 (GUV)
એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.
Numbers 26 : 38 (GUV)
બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:બેલાથી બેલાઈઓનું કુટુંબ.આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.અહીરામથી અહીરામીઓનું કુટુંબ.
Numbers 26 : 39 (GUV)
શફુફામથી શુફામીઓનું કુટુંબ.હુફામથી હૂફામીઓનું કુટુંબ.
Numbers 26 : 40 (GUV)
બેલાના વંશાનાં કુટુંબો:આર્દથી આર્દીઓનું કુટુંબ.નામાંનથી નામાંનીઓનું કુટુંબ.
Numbers 26 : 41 (GUV)
આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.
Numbers 26 : 42 (GUV)
દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.
Numbers 26 : 43 (GUV)
શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.
Numbers 26 : 44 (GUV)
આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા.યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ.યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું.બરીઆહ બહીઆહીઓનું કુટુંબ.
Numbers 26 : 45 (GUV)
બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.હેબેરથી હેબેરીઓનું કુટુંબ.માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ.
Numbers 26 : 46 (GUV)
આશેરને એક પુત્રી હતી, જેનું નામ સેરાહ હતું.
Numbers 26 : 47 (GUV)
આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.
Numbers 26 : 48 (GUV)
નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ.ગૂનીથી ગુનીઓનું કુટુંબ.
Numbers 26 : 49 (GUV)
યેસેરથી યેસેરીઓનું કુટુંબ.શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.
Numbers 26 : 50 (GUV)
નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.
Numbers 26 : 51 (GUV)
ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા.
Numbers 26 : 52 (GUV)
પછી યહોવાએ મૂસાને કહ્યું,
Numbers 26 : 53 (GUV)
“વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે.
Numbers 26 : 54 (GUV)
જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.
Numbers 26 : 55 (GUV)
પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.
Numbers 26 : 56 (GUV)
પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”
Numbers 26 : 57 (GUV)
લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.મરારીનું કુટુંબ,
Numbers 26 : 58 (GUV)
લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે:લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ.માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ.તથા કોરાહનું કુટુંબ.
Numbers 26 : 59 (GUV)
કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા.
Numbers 26 : 60 (GUV)
હારુનના પુત્ર નાદાબ અબીહુ, એલઆઝાર અને ઈથામાંર હતા.
Numbers 26 : 61 (GUV)
નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા.
Numbers 26 : 62 (GUV)
લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.
Numbers 26 : 63 (GUV)
મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા.
Numbers 26 : 64 (GUV)
મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.
Numbers 26 : 65 (GUV)
કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65