1. મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું ગીત. જે દિવસે યહોવાએ તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનાં વચન કહ્યાં કે, હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.
|
2. યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.
|
6. મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, અને મારા ઈશ્વરને અરજ કરી; તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.
|
8. તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠયા
|
11. તેમણે અંધકારને એટલે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષનાં ગાઢાં વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસનું આચ્છાદન બનાવ્યું.
|
15. ત્યારે, હે યહોવા, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, અને જગતના પાયા ઉઘાડા થયા.
|
20. યહોવાએ મને મારા ન્યાયીપણાનું ફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.
|
29. કેમ કે તમારી સહાય થી હું પલટણ ઉપર ધસી પડું છું; અને મારા ઈશ્વર ની કૃપા થી હું કોટ કૂદી જાઉં છું.
|
30. ઈશ્વરનો માર્ગ તો પરિપૂર્ણ છે; યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે.
|
35. વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; તમારે જમણે હાથે મને ઊંચકી રાખ્યો છે, અને તમારી અમીદષ્ટિએ મને મોટો કર્યો છે.
|
37. હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.
|
39. કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય રૂપી પટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે.
|
41. તેઓએ બૂમ મારી, પણ બચાવનાર કોઈ નહોતો; હા, તેઓએ યહોવાને વિનંતી કરી, પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ.
|
43. લોકોના સંઘર્ષમાંથી તમે મને છોડાવ્યો છે. તમે વિદેશીઓને મારે તાબે કર્યા છે. જે લોકોને હું ઓળખતો નહોતો તેઓએ મારી તાબેદારી કરી.
|
48. તે મારા શત્રુઓથી મને છોડાવે છે; હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો; બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.
|
50. તે પોતાના રાજાને વિજય આપે છે; અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.
|