1. ચઢવાનું ગીત. હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી.
2. હે ઈશ્વર, મારો સાદ સાંભળો; મારી પ્રાર્થનાના પોકાર પર તમારા કાન ધરો.
3. હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, [તમારી આગળ] કોણ ઊભો રહી શકે?
4. પરંતુ તમારી પાસે માફી છે, જેથી તમારું ભય રહે.
5. હું યહોવાની રાહ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે, અને તેમના વચનની હું આશા રાખું છું.
6. સવારની રાહ જોનારા કરતાં, હા, સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
7. હે ઇઝરાયલ, યહોવાનો ભરોસો રાખજે; કેમ કે યહોવાની પાસે કૃપા છે, અને તેમની પાસે અખૂટ ઉદ્ધાર છે.
8. તે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે.