ગીતશાસ્ત્ર 130 : 1 (GUV)
ચઢવાનું ગીત. હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી.
ગીતશાસ્ત્ર 130 : 2 (GUV)
હે ઈશ્વર, મારો સાદ સાંભળો; મારી પ્રાર્થનાના પોકાર પર તમારા કાન ધરો.
ગીતશાસ્ત્ર 130 : 3 (GUV)
હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, [તમારી આગળ] કોણ ઊભો રહી શકે?
ગીતશાસ્ત્ર 130 : 4 (GUV)
પરંતુ તમારી પાસે માફી છે, જેથી તમારું ભય રહે.
ગીતશાસ્ત્ર 130 : 5 (GUV)
હું યહોવાની રાહ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે, અને તેમના વચનની હું આશા રાખું છું.
ગીતશાસ્ત્ર 130 : 6 (GUV)
સવારની રાહ જોનારા કરતાં, હા, સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
ગીતશાસ્ત્ર 130 : 7 (GUV)
હે ઇઝરાયલ, યહોવાનો ભરોસો રાખજે; કેમ કે યહોવાની પાસે કૃપા છે, અને તેમની પાસે અખૂટ ઉદ્ધાર છે.
ગીતશાસ્ત્ર 130 : 8 (GUV)
તે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: