2. “ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે કે, જ્યારે તમે કનાન દેશમાં પહોંચો, (એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે, )
|
3. ત્યારે તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી માંડીને આગળ અદોમની સીમાની લગોલગ થાય, ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
|
4. અને એ તમારી સીમા વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ આવે ને ત્યાંથી તે સીન સુધી પહોંચે. અને તેનો છેડો કાદેશ-બાર્નિયાની દક્ષિણે આવે. અને તે ત્યાંથી આગળ હસાર-આદાર સુધી જાય, ને આગળ આસ્મોન સુધી જાય.
|
9. અને ત્યાંથી આગળ સીમા ઝિફ્રોન સુધી પહોંચે, ને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. એ તમારી ઉત્તરની સીમા થાય.
|
11. અને તે સીમા શફાનથી નીચલી તરફ વળીને રિબ્લા સુધી આયિનની પૂર્વ દિશાએ જાય. અને તે સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્નેરેથના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે.
|
12. અને તે સીમા ત્યાંથી ઊતરીને યર્દન સુધી જાય, ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે.”
|
13. અને મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે દેશનો વારસો તમે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેશો, ને જે નવકુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે, તે આ છે:
|
14. કેમ કે રુબેનપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા ગાદપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનો વારસો મળી ચૂક્યો છે, ને મનાશ્શાના અડધા કુળને પણ મળી ચૂક્યો છે:
|
15. આ બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરીખો આગળ પૂર્વ તરફ, એટલે ઉગમણી તરફ મળી ચૂક્યો છે.”
|
17. “જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓનાં નામ આ છે: એટલે એલાઝાર યાજક તથા નૂનનો દિકરો યહોશુઆ,
|