ગણના 34 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું
ગણના 34 : 2 (GUV)
“ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે કે, જ્યારે તમે કનાન દેશમાં પહોંચો, (એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે, )
ગણના 34 : 3 (GUV)
ત્યારે તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી માંડીને આગળ અદોમની સીમાની લગોલગ થાય, ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
ગણના 34 : 4 (GUV)
અને એ તમારી સીમા વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ આવે ને ત્યાંથી તે સીન સુધી પહોંચે. અને તેનો છેડો કાદેશ-બાર્નિયાની દક્ષિણે આવે. અને તે ત્યાંથી આગળ હસાર-આદાર સુધી જાય, ને આગળ આસ્મોન સુધી જાય.
ગણના 34 : 5 (GUV)
અને તે સીમા આસ્મોનથી વળીને મિસરની નદી સુધી જાય, ને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે.
ગણના 34 : 6 (GUV)
અને મોટો સમુદ્ર તથા તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય.
ગણના 34 : 7 (GUV)
અને તમારી ઉત્તર સીમા આ પ્રમાણે થાય; એ સીમા તમારે મોટા સમુદ્રથી માંડીને હોર પર્વત સુધી આંકવી:
ગણના 34 : 8 (GUV)
અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય.
ગણના 34 : 9 (GUV)
અને ત્યાંથી આગળ સીમા ઝિફ્રોન સુધી પહોંચે, ને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. એ તમારી ઉત્તરની સીમા થાય.
ગણના 34 : 10 (GUV)
અને તમારી પૂર્વ સીમા તમારે હસાર-એનાનથી તે શફામ સુધી આંકવી:
ગણના 34 : 11 (GUV)
અને તે સીમા શફાનથી નીચલી તરફ વળીને રિબ્લા સુધી આયિનની પૂર્વ દિશાએ જાય. અને તે સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્‍નેરેથના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે.
ગણના 34 : 12 (GUV)
અને તે સીમા ત્યાંથી ઊતરીને યર્દન સુધી જાય, ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે.”
ગણના 34 : 13 (GUV)
અને મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે દેશનો વારસો તમે ચિઠ્ઠીઓ નાખીને [વહેંચી] લેશો, ને જે નવકુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે, તે આ છે:
ગણના 34 : 14 (GUV)
કેમ કે રુબેનપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા ગાદપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનો વારસો મળી ચૂક્યો છે, ને મનાશ્શાના અડધા કુળને પણ મળી ચૂક્યો છે:
ગણના 34 : 15 (GUV)
[આ] બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરીખો આગળ પૂર્વ તરફ, એટલે ઉગમણી તરફ મળી ચૂક્યો છે.”
ગણના 34 : 16 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 34 : 17 (GUV)
“જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓનાં નામ આ છે: એટલે એલાઝાર યાજક તથા નૂનનો દિકરો યહોશુઆ,
ગણના 34 : 18 (GUV)
અને દેશનો વારસો વહંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી અકેક અધિપતિ ચૂંટી કાઢવો.
ગણના 34 : 19 (GUV)
અને તે માણસોનાં નામ નીચે મુજબ છે: યહૂદાના કુળમાંથી યફૂનેન્‍નો દિકરો કાલેબ.
ગણના 34 : 20 (GUV)
શિમયોનપુત્રોના કુળમાંથી આમિહુદનો દિકરો શમુએલ.
ગણના 34 : 21 (GUV)
બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દિકરો અલીદાદ.
ગણના 34 : 22 (GUV)
અને દાનના પુત્રોના કુળનો અધિપતિ યોગ્લીનો દિકરો બુક્કી.
ગણના 34 : 23 (GUV)
યૂસફના પુત્રોના: મનાશ્શાના પુત્રોના કુળનો અધિપતિ એફોદનો દિકરો હાન્‍નીએલ.
ગણના 34 : 24 (GUV)
અને એફ્રાઈમપુત્રોના કુળનો અધિપતિ શિફટાનનો દિકરો કમુએલ.
ગણના 34 : 25 (GUV)
અને ઝબુલોનપુત્રોના કુળનો અધિપતિ પાર્નાખનો દિકરો અલીસાફાન.
ગણના 34 : 26 (GUV)
અને ઇસ્સાખારપુત્રોના કુળનો અધિપતિ અઝાનનો દિકરો પાલ્ટીએલ
ગણના 34 : 27 (GUV)
અને આશેરપુત્રોના કુળનો અધિપતિ શલોમીનો દિકરો આહીહૂદ.
ગણના 34 : 28 (GUV)
અને નફતાલીપુત્રોના કુળનો અધિપતિ આમીહૂદનો દિકરો પદાહેલ.”
ગણના 34 : 29 (GUV)
જેઓને યહોવાએ ઇઝરાયલી પ્રજાને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તેઓ એ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: