પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ઝખાર્યા
1. મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો, ને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડયો.
2. તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.
3. અને તેની પાસે બે જૈતવૃક્ષો, એટલે, એક કોડિયાની જમણી બાજુએ ને બીજું તેની ડાબી બાજુએ [છે].”
4. પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “મારા મુરબ્બી, તેઓ શું છે?”
5. ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
6. ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.
7. હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે]; અને ‘તેને કૃપા [થાઓ], કૃપા [થાઓ], ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.
8. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે,
9. ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.
10. કેમ કે [આરંભમાં] નાનાં [દેખાતાં] કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની આ સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.
11. પછી મેં દૂતને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તેઓ શું છે?”
12. વળી ફરી મેં તેને પૂછયું, “જૈતવૃક્ષની “આ બે ડાળીઓ કે, જે સોનાની બે નળીઓ વડે પોતામાંથી સોનેરી [તેલ] નિગાળે છે, તેઓ શું હશે?”
13. તેણે મને ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
14. ત્યારે તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે.”

Notes

No Verse Added

Total 14 Chapters, Current Chapter 4 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
ઝખાર્યા 4:5
1. મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો, ને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડયો.
2. તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા છે. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.
3. અને તેની પાસે બે જૈતવૃક્ષો, એટલે, એક કોડિયાની જમણી બાજુએ ને બીજું તેની ડાબી બાજુએ છે.”
4. પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “મારા મુરબ્બી, તેઓ શું છે?”
5. ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
6. ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, એવું સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે.
7. હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે; અને ‘તેને કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.
8. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે,
9. ઝરુબ્બાબેલના હાથથી મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના ઇશ્વર યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.
10. કેમ કે આરંભમાં નાનાં દેખાતાં કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.
11. પછી મેં દૂતને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તેઓ શું છે?”
12. વળી ફરી મેં તેને પૂછયું, “જૈતવૃક્ષની “આ બે ડાળીઓ કે, જે સોનાની બે નળીઓ વડે પોતામાંથી સોનેરી તેલ નિગાળે છે, તેઓ શું હશે?”
13. તેણે મને ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
14. ત્યારે તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે.”
Total 14 Chapters, Current Chapter 4 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
×

Alert

×

gujarati Letters Keypad References