પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મને કદી ફજેત ન થવા દેશો.
2. તમારા ન્યાયીપણાથી મને છોડાવો અને મારો બચાવ કરો; મારી તરફ વળીને કાન ધરો, અને મારું તારણ કરો.
3. જેમાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે તમે ગઢ થાઓ; તમે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.
4. હે મારા ઈશ્વર, દુષ્ટના હાથમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.
5. કેમ કે, હે યહોવા ઈશ્વર, તમે મારી આશા છો; મારી જુવાનીથી હું તમારા પર ભરોસો [રાખું છું].
6. હું ગર્ભસ્થાનમાં હતો, તે સમયથી તમે મારા આધાર છો; મારી માના ઉદરમાંથી મને કાઢનાર તમે જ છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ.
7. મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે; પણ તમે મારો મજબૂત આશ્રય છો.
8. મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર થશે, અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.
9. વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દો; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો.
10. કેમ કે મારા શત્રુઓ મારા વિષે વાત કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.
11. તેઓ કહે છે, “ઈશ્વરે તેને તજી દીધો છે; આપણે તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે એને છોડાવનાર કોઈ નથી.”
12. હે ઈશ્વર, મારાથી દૂર ન થાઓ; હે મારા ઈશ્વર, મને મદદ આપવા ઉતાવળ કરો.
13. મારા આત્માના વૈરીઓ ફજેત થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
14. પણ હું નિત્ય તમારી આશા રાખીશ, અને તમારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ.
15. મારું મોં આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે [તથા] તમારા તારણ વિષે વાતો પ્રગટ કરશે; કેમ કે હું [તેઓની] સંખ્યા જાણતો નથી.
16. હું પ્રભુ યહોવાનાં પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ. હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.
17. હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.
18. હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ! હું આવતી પેઢીને તમારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.
19. હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?
20. તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.
21. તમે મારું મહત્‍ત્વ વધારો, અને પાછા ફરીને મને દિલાસો આપો.
22. સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ, હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર], વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
23. હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે; અને મારો ઉદ્ધાર પામેલો આત્મા ઘણો હરખાશે.
24. મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ભૂંડું શોધનારાઓ ફજેત થયા છે, અને ગભરાઈ ગયા છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 71 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 71:121
1. હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મને કદી ફજેત થવા દેશો.
2. તમારા ન્યાયીપણાથી મને છોડાવો અને મારો બચાવ કરો; મારી તરફ વળીને કાન ધરો, અને મારું તારણ કરો.
3. જેમાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે તમે ગઢ થાઓ; તમે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.
4. હે મારા ઈશ્વર, દુષ્ટના હાથમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.
5. કેમ કે, હે યહોવા ઈશ્વર, તમે મારી આશા છો; મારી જુવાનીથી હું તમારા પર ભરોસો રાખું છું.
6. હું ગર્ભસ્થાનમાં હતો, તે સમયથી તમે મારા આધાર છો; મારી માના ઉદરમાંથી મને કાઢનાર તમે છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ.
7. મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે; પણ તમે મારો મજબૂત આશ્રય છો.
8. મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર થશે, અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.
9. વૃદ્ધાવસ્થાને સમયે મને તજી દો; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ કરો.
10. કેમ કે મારા શત્રુઓ મારા વિષે વાત કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.
11. તેઓ કહે છે, “ઈશ્વરે તેને તજી દીધો છે; આપણે તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે એને છોડાવનાર કોઈ નથી.”
12. હે ઈશ્વર, મારાથી દૂર થાઓ; હે મારા ઈશ્વર, મને મદદ આપવા ઉતાવળ કરો.
13. મારા આત્માના વૈરીઓ ફજેત થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
14. પણ હું નિત્ય તમારી આશા રાખીશ, અને તમારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ.
15. મારું મોં આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા તારણ વિષે વાતો પ્રગટ કરશે; કેમ કે હું તેઓની સંખ્યા જાણતો નથી.
16. હું પ્રભુ યહોવાનાં પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ. હું તમારા, કેવળ તમારા ન્યાયીપણાનું વર્ણન કરીશ.
17. હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.
18. હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ! હું આવતી પેઢીને તમારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ કરશો.
19. હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?
20. તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.
21. તમે મારું મહત્‍ત્વ વધારો, અને પાછા ફરીને મને દિલાસો આપો.
22. સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ, હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
23. હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે; અને મારો ઉદ્ધાર પામેલો આત્મા ઘણો હરખાશે.
24. મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ભૂંડું શોધનારાઓ ફજેત થયા છે, અને ગભરાઈ ગયા છે.
Total 150 Chapters, Current Chapter 71 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References