ગીતશાસ્ત્ર 71 : 1 (GUV)
હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મને કદી ફજેત ન થવા દેશો.
ગીતશાસ્ત્ર 71 : 2 (GUV)
તમારા ન્યાયીપણાથી મને છોડાવો અને મારો બચાવ કરો; મારી તરફ વળીને કાન ધરો, અને મારું તારણ કરો.
ગીતશાસ્ત્ર 71 : 3 (GUV)
જેમાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે તમે ગઢ થાઓ; તમે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.
ગીતશાસ્ત્ર 71 : 4 (GUV)
હે મારા ઈશ્વર, દુષ્ટના હાથમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.
ગીતશાસ્ત્ર 71 : 5 (GUV)
કેમ કે, હે યહોવા ઈશ્વર, તમે મારી આશા છો; મારી જુવાનીથી હું તમારા પર ભરોસો [રાખું છું].
ગીતશાસ્ત્ર 71 : 6 (GUV)
હું ગર્ભસ્થાનમાં હતો, તે સમયથી તમે મારા આધાર છો; મારી માના ઉદરમાંથી મને કાઢનાર તમે જ છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 71 : 7 (GUV)
મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે; પણ તમે મારો મજબૂત આશ્રય છો.
ગીતશાસ્ત્ર 71 : 8 (GUV)
મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર થશે, અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.
ગીતશાસ્ત્ર 71 : 9 (GUV)
વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દો; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો.
ગીતશાસ્ત્ર 71 : 10 (GUV)
કેમ કે મારા શત્રુઓ મારા વિષે વાત કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.
ગીતશાસ્ત્ર 71 : 11 (GUV)
તેઓ કહે છે, “ઈશ્વરે તેને તજી દીધો છે; આપણે તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે એને છોડાવનાર કોઈ નથી.”
ગીતશાસ્ત્ર 71 : 12 (GUV)
હે ઈશ્વર, મારાથી દૂર ન થાઓ; હે મારા ઈશ્વર, મને મદદ આપવા ઉતાવળ કરો.
ગીતશાસ્ત્ર 71 : 13 (GUV)
મારા આત્માના વૈરીઓ ફજેત થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
ગીતશાસ્ત્ર 71 : 14 (GUV)
પણ હું નિત્ય તમારી આશા રાખીશ, અને તમારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ.
ગીતશાસ્ત્ર 71 : 15 (GUV)
મારું મોં આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે [તથા] તમારા તારણ વિષે વાતો પ્રગટ કરશે; કેમ કે હું [તેઓની] સંખ્યા જાણતો નથી.
ગીતશાસ્ત્ર 71 : 16 (GUV)
હું પ્રભુ યહોવાનાં પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ. હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.
ગીતશાસ્ત્ર 71 : 17 (GUV)
હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.
ગીતશાસ્ત્ર 71 : 18 (GUV)
હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ! હું આવતી પેઢીને તમારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.
ગીતશાસ્ત્ર 71 : 19 (GUV)
હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે, તમારા સરખો બીજો કોણ છે?
ગીતશાસ્ત્ર 71 : 20 (GUV)
તમે અમને ખેદજનક ઘણાં સંકટો દેખાડ્યાં છે, તમે અમોને ફરીથી સજીવ કરશો, અને પૃથ્વીનાં ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો.
ગીતશાસ્ત્ર 71 : 21 (GUV)
તમે મારું મહત્‍ત્વ વધારો, અને પાછા ફરીને મને દિલાસો આપો.
ગીતશાસ્ત્ર 71 : 22 (GUV)
સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ, હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર], વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
ગીતશાસ્ત્ર 71 : 23 (GUV)
હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે; અને મારો ઉદ્ધાર પામેલો આત્મા ઘણો હરખાશે.
ગીતશાસ્ત્ર 71 : 24 (GUV)
મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ભૂંડું શોધનારાઓ ફજેત થયા છે, અને ગભરાઈ ગયા છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: