1. મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; જયજયકારના નાદથી ઈશ્વરની આગળ આનંદ કરો.
2. કેમ કે પરાત્પર યહોવા ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
3. તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
4. તેમણે આપણે માટે આપણો વારસો, એટલે પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા, પસંદ કરી. (સેલાહ)
5. ઈશ્વર [વિજયના] પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે.
6. ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
7. કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સુંદર ગીત રચીને સ્તોત્ર ગાઓ.
8. ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.
9. લોકોના સરદારો એકત્ર થયા છે, ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સંગાથે [તેઓ એકત્ર થયા છે]; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે ઘણા મોટા મનાએલા છે.