ગીતશાસ્ત્ર 47 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; જયજયકારના નાદથી ઈશ્વરની આગળ આનંદ કરો.
ગીતશાસ્ત્ર 47 : 2 (GUV)
કેમ કે પરાત્પર યહોવા ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
ગીતશાસ્ત્ર 47 : 3 (GUV)
તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
ગીતશાસ્ત્ર 47 : 4 (GUV)
તેમણે આપણે માટે આપણો વારસો, એટલે પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા, પસંદ કરી. (સેલાહ)
ગીતશાસ્ત્ર 47 : 5 (GUV)
ઈશ્વર [વિજયના] પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે.
ગીતશાસ્ત્ર 47 : 6 (GUV)
ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
ગીતશાસ્ત્ર 47 : 7 (GUV)
કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સુંદર ગીત રચીને સ્તોત્ર ગાઓ.
ગીતશાસ્ત્ર 47 : 8 (GUV)
ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.
ગીતશાસ્ત્ર 47 : 9 (GUV)
લોકોના સરદારો એકત્ર થયા છે, ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સંગાથે [તેઓ એકત્ર થયા છે]; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે ઘણા મોટા મનાએલા છે.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: