1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આયેલેથ હાશ-શાહાર. દાઉદનું ગીત. હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?
|
2. હે મારા ઈશ્વર, હું દિવસે અરજ કરું છું, પણ તમે ઉત્તર દેતા નથી; અને રાત્રે પણ અરજ કરું છું, પણ મને આરામ મળતો નથી.
|
9. પણ તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; મારી માને હું ધાવતો હતો ત્યારે પણ તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.
|
14. મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.
|
15. મારું બળ સુકાઈને ઠીકરા જેવું થઈ ગયું છે; મારાં જડબાં સાથે મારી જીભ ચોંટી જાય છે; અને તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.
|
16. કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે; ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે; તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા.
|
23. હે યહોવાનો ભય રાખનારાઓ, તમે તેમની સ્તુતિ કરો; હે યાકૂબનાં સર્વ સંતાનો, તમે તેમને ગૌરવ આપો; અને હે ઇઝરાયલનાં સર્વ પરિવાર, તમે તેમનું ભય રાખો.
|
24. કેમ કે તેમણે દુ:ખીઓના દુ:ખને તુચ્છ ગણ્યું નથી, તેનાથી કંટાળ્યા નથી; અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી. પણ તેણે ઈશ્વરને અરજ કરી ત્યારે તેમણે તેનું સાંભળ્યું.
|
25. તમારી કૃપાથી હું મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું. તેમનું ભય રાખનારાની આગળ હું મારી માનતા પૂરી કરીશ.
|
26. દરિદ્રીઓ ખાશે અને તૃપ્ત થઈ જશે; યહોવાને શોધનારા તેમની સ્તુતિ કરશે; તે કહેશે કે, તમારું હ્રદય સર્વકાળ જીવો.
|
27. પૃથ્વીની સર્વ સીમા ના લોકો યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.
|
29. પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.
|
31. તેઓ આવશે, અને હવે પછી જન્મનારા લોકોને યહોવાનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે, “તેમણે તે કર્યું છે.”
|