1. યહુદાપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, અદોમની સરહદ સુધી હતો; એટલે દક્ષિણ તરફ સીનનું અરણ્ય, જે તેઓનો દક્ષિણ તરફની સીમા નો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
|
3. અને ત્યાંથી તે સીમા આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ, ને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ, ને હેસ્ત્રોનની પાસે થઈને આગળ ગઈ, ને આદ્દાર સુધી ગઈ, ને ચકરાવો ખાઈને કાર્કાને લાગી.
|
4. અને ત્યાંથી આગળ આસ્મોન સુધી ગઈ, ને ત્યાંથી મિસરના નાળા સુધી ગઈ; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો:તમારી દક્ષિણ તરફની સીમા એ પ્રમાણે થશે.
|
5. અને પૂર્વની સીમા ખારો સમુદ્ર હતો, એટલે યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનને છેડે સમુદ્રની જે ખાડી છે ત્યાંથી શરૂ થતી હતી;
|
6. અને તે સીમા બેથ-હોગ્લા સુધી ગઈ, ને બેથ-અરાબાની ઉત્તર બાજુ થઈને આગળ વધી; અને તે સીમા રુબેનના દીકરા બોહાનની શિલા સુધી ગઈ.
|
7. અને તે સીમા આખોરની ખીણથી દબીર સુધી ગઈ, ને તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલ, જે નદીની દક્ષિણ બાજુ પરના અદુમ્મીમના ઘાટની સમે છે, ત્યાં સુધી ગઈ; અને તે સીમા ત્યાંથી આગળ એન-શેમેશનાં પાણી સુધી ગઈ, ને તેનો છેડો એન-રોગેલ આગળ આવ્યો;
|
8. અને તે સીમા હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓની સરહદની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ; અને તે સીમા હિન્નોમની ખીણ સામે પશ્ચિમે આવેલા પર્વતનું શિખર જે રફાઈમની ખીણને ઉત્તર છેડે છે ત્યાં સુધી તે સીમા ગઈ;
|
9. અને પર્વતના શિખરથી તે નેફતોઆનાં પાણીના ઝરા સુધી તે સીમા અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ; અને તે સીમા બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી દોરાયેલી હતી;
|
10. અને તે સીમા ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, ને આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વત (એટલે કસાલોન)ની બાજુ સુધી ગઈ, ને બેથ-શેમેથ સુધી નીચે ઊતરી, ને તિમ્નાની બાજુ પર થઈને આગળ વધી;
|
11. અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ; અને શિક્કરોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ, ને યાબ્નએલ સુધી પહોંચી; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો.
|
12. અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહૂદાપુત્રોની ચાર તરફ સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતી.
|
13. અને યહોશુઆને આપેલી યહોવાની આજ્ઞાપ્રમાણે, યહૂદાપુત્રોમાં યફૂન્નેના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કિર્યાથ-આર્બા (જે હેબ્રોન છે તે) આપ્યું. આર્બા તો અનાકનો પિતા હતો.
|
14. અને કાલેબે અનાકના ત્રણ દીકરા શેશાય તથા અહીમાન તથા તાલ્માયને, એટલે અનાકપુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા.
|
18. અને જ્યારે તે તેની પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને સૂચના કરી કે, તારા પિતા પાસેથી એજ ખેતર માગી લે; અને તે પોતાના ગધેડા પરથી ઊતરી; અને કાલેબે તેને પૂછ્યું, “તારે શું જોઈએ છે?”
|
19. તેણે ઉત્તર આપ્યો, “મને આશીર્વાદ આપ. તેં મને નેગેબમાં જમીન આપી છે, માટે પાણીના ઝરા પણ મને આપ.” અને તેણે તેને ઉપરના ભાગના ઝરા ને નીચાણના ઝરા આપ્યા.
|
47. આશ્દોદ, તેનાં નગરો તથા તેનાં ગામો; ગાખાઅ, તેનાં નગરો તથા તેનાં ગામો; મિસરનું નાળું તથા મહા સમુદ્ર તથા તેનો કિનારો, ત્યાં સુધીનાં.
|
63. અને યરુશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહૂદાપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહૂદાપુત્રોની સાથે યરુશાલેમમાં આજ સુધી રહ્યા છે.
|