Joshua 15 : 1 (GUV)
યહૂદાના કુટુંબને ટોળીઓ પ્રમાંણે ચિઠ્ઠી નાંખી ભૂમિ વહેંચવામાં આવી હતી. એ દક્ષિણ તરફ અદોમની સરહદ, તેમાંનની ધારે આવેલા સીનના રણ સુધી ફેલાયલી છે.
Joshua 15 : 2 (GUV)
તેમની દક્ષિણી સરહદ મૃતસમુદ્રના દક્ષિણ છેડાથી, આરંભ થતી હતી.
Joshua 15 : 3 (GUV)
ત્યાંથી સરહદ સ્કોર્પિયન ઘાટની દક્ષિણ સુધી જાય છે, સીનની પાસે થઈને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને અને પછી હેસ્રોન પચાસ થઈને આદાર સુધી અને ત્યાંથી તે કાર્કા તરફ વળી જાય છે.
Joshua 15 : 4 (GUV)
પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી.
Joshua 15 : 5 (GUV)
તેની પૂર્વની સરહદ મૃત સરોવર સુધી આવેલ યર્દન નદીના મુખ તથા ઉત્તરની સરહદ યર્દન નદીના મુખ પાસે આવેલ બેથ-હોગ્લાહ સુધી ઉપર જતી હતી.
Joshua 15 : 6 (GUV)
પછી તે બેથ-હોગ્લાથી ઉપર જઈ અને બેથ-અરાબાહની ઉત્તરે ચાલુ રહીને બોહાન જે રૂબેનનો પુત્ર હતો તેની શિલા સુધી તે જાય છે.
Joshua 15 : 7 (GUV)
પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી.
Joshua 15 : 8 (GUV)
પછી સરહદ યબૂસીઓ એટલે કે યરૂશાલેમના ઢાળની દક્ષિણથી બેન હિન્નોમની ખીણ સુધી જાય છે, પછી એ પર્વતના શિખર તરફ વળે છે, જે રફાઈમની ખીણના ઉત્તર છેડા પર, હિન્નોમ ખીણની પશ્ચિમે આવેલો છે.
Joshua 15 : 9 (GUV)
પછી સરહદ પર્વતના શિખર પરથી “નેફતોઆહનો જળસમૂહ” ઝરણા તરફ વળીને ત્યાંથી એક્રોન પર્વત પરના નગરોમાં જાય છે. તે જગ્યાએથી સરહદ બાઅલાહ જે “કિયાર્થ-યઆરીમ” તરીકે ઓળખાય છે તેના તરફ વળી જાય છે.
Joshua 15 : 10 (GUV)
પછી સરહદબાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે.
Joshua 15 : 11 (GUV)
પછી સરહદ એક્રોની ઉત્તરની ટેકરી સુધી જાય છે. ત્યાંથી શિક્કરોન તરફ વળીને પછી બાઅલાહ પર્વત સુધી અને પછી યાબ્નએલ સુધી ચાલુ રહીને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થાય છે.
Joshua 15 : 12 (GUV)
પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.
Joshua 15 : 13 (GUV)
જેમ યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તેમ, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને યહૂદાના લોકોની ભૂમિમાંથી ભાગ આપ્યો. તેણે તેને કિર્યાથ-આર્બા આપ્યું હતું. આર્બા અનાકનો પિતા હતો.
Joshua 15 : 14 (GUV)
કાલેબે ત્યાંથી અનાકના ત્રણ દીકરા-શેશાય, અહીમાંન અને તાલ્માંયને હાંકી કાઢયા.
Joshua 15 : 15 (GUV)
કાલેબે ત્યાંથી જઈને દબીરના લોકો ઉપર ચઢાઈ કરી. પહેલાં દબીર કિર્યાથ-સેફેર તરીકે જાણીતું હતું.
Joshua 15 : 16 (GUV)
કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર ઉપર હુમલો કરી તેને કબજે કરશે તેને હું માંરી દીકરી આખ્સાહ પરણાવીશ.”
Joshua 15 : 17 (GUV)
કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે એ શહેર કબજે કર્યું. તેથી કાલેબે તેને પોતાની દીકરી આખ્સાહ પરણાવી.
Joshua 15 : 18 (GUV)
જ્યારે તે પરણીને આવી ત્યારે ઓથ્નીએલે તેને તેના બાપ પાસે એક ખેતરની માંગણી કરવા ચડાવી. તે કાલેબ પાસે ગઈ અને ગધેડા ઉપરથી ઊતરી એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”
Joshua 15 : 19 (GUV)
તેણીએ કહ્યું, “મને આશીર્વાદ આપો! તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો હતો. તેથી મને થોડી ભૂમિ આપો જેમાં પાણી હોય” આથી કાલેબે તેણીને ઉપરનાં અને નીચેનાં ઝરણાંઓ આપ્યાં.
Joshua 15 : 20 (GUV)
યહૂદાના કુળસમૂહને મળેલ ભૂમિ આ છે. દરેક કુટુંબને જમીનનો ભાગ મળ્યો હતો:
Joshua 15 : 21 (GUV)
આ શહેરો યહૂદાના કુળસમૂહને મળેલા છે: નેગેબમાં અદોમની સરહદે આવેલાં શહેરો: કાબ્સએલ, એદેર, યાગૂર,
Joshua 15 : 22 (GUV)
કીનાહ, દીમોનાહ, આદઆદાહ,
Joshua 15 : 23 (GUV)
કેદેશ, હાસોર, પિથ્નાન,
Joshua 15 : 24 (GUV)
ઝીફ, ટેલેમ, બેઆલોથ,
Joshua 15 : 25 (GUV)
હાસોર હદાત્તાહ, ફરીયોથ-હેસ્રોન એટલે કે હાસોર.
Joshua 15 : 26 (GUV)
અમાંમ, શમાં, મોલાદાહ,
Joshua 15 : 27 (GUV)
હસાર-ગાદાહ તથા શ્હેમોન, બેથ-પેલેટ,
Joshua 15 : 28 (GUV)
હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ.
Joshua 15 : 29 (GUV)
બાઅલાહ, ઈયીમ, એસેમ,
Joshua 15 : 30 (GUV)
એસ્તોલાદ, કસીલ, હોર્માંહ,
Joshua 15 : 31 (GUV)
સિકલાગ, માંદમાંન્નાહ, સાન્સાન્નાહ,
Joshua 15 : 32 (GUV)
લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29 શહેરો હતા,
Joshua 15 : 33 (GUV)
પશ્ચિમ ટેકરીના ઢોળાવમાં શહેરો: એશ્તાઓલ, સોરાહ, આશ્નાહ હતાં.
Joshua 15 : 34 (GUV)
જાનોઆહ, એનગાન્નીમ, તાપ્પૂઆહ, એનામ.
Joshua 15 : 35 (GUV)
યાર્મૂથ, અદુલ્લામ, સોખોહ, અઝેકાહ,
Joshua 15 : 36 (GUV)
શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરાહ, અને ગદરોથાઈમ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 14 નગરો હતા.
Joshua 15 : 37 (GUV)
એ ઉપરાંત, સનાન, હદાશાહ, મિગ્દાલ-ગાદ,
Joshua 15 : 38 (GUV)
દિલઆન-મિસ્પાહ, યોક્તએલ,
Joshua 15 : 39 (GUV)
લાખીશ, બોસ્કાથ, એગ્લોન,
Joshua 15 : 40 (GUV)
કાબ્બોન, લાહમાંમ, કિથ્લીશ,
Joshua 15 : 41 (GUV)
ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાંહ અને માંક્કેદાહ: આજુબાજુના ગામો સહિત કુલ 16 નગર,
Joshua 15 : 42 (GUV)
તદુપરાંત લિબ્નાહ, એથેર આશાન,
Joshua 15 : 43 (GUV)
યફતા, આશ્નાહ, નસીબ,
Joshua 15 : 44 (GUV)
કઈલાહ, આખ્ઝીબ અને માંરેશાહ તથા તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 નગરો હતા.
Joshua 15 : 45 (GUV)
યહુદાના લોકોને એકોનનું નગર પણ મળ્યું અને બધાં શહેરો અને નજીકમાંના ગામો પણ મળ્યાં.
Joshua 15 : 46 (GUV)
તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો,તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી.
Joshua 15 : 47 (GUV)
પછી આશ્દોદ અને તેની નજીકના શહેરો અને ગામો, ગાજાના અને તેની નજીકનાં શહેરો અને ગામોથી મિસરની નદી સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી હતી.
Joshua 15 : 48 (GUV)
પર્વતીય પ્રદેશના 44 નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં. શામીર, યાત્તીર, સોખોહ,
Joshua 15 : 49 (GUV)
દાન્નાહ, કિર્યાથ-સાન્નાહ (એટલે કે દબીર);
Joshua 15 : 50 (GUV)
અનાબ, એશ્તમોહ, આનીમ,
Joshua 15 : 51 (GUV)
ગોશોન, હોલોન, ગીલોહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ અગિયાર નગરો હતો.
Joshua 15 : 52 (GUV)
અરાબ, દુમાંહ, એશઆન,
Joshua 15 : 53 (GUV)
યાનીમ, બેથ-તાપ્પૂઆહ, અફેકાહ,
Joshua 15 : 54 (GUV)
હુમ્ટાહ, કિર્યાથ-આર્બા એટલે કે હેબ્રોન અને સીઓર અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 શહેરો હતાં.
Joshua 15 : 55 (GUV)
માંઓન, કાર્મેલ, ઝીફ, યૂટાહ,
Joshua 15 : 56 (GUV)
યોકદઆમ, જાનોઆહ, યિજાએલ,
Joshua 15 : 57 (GUV)
કાઈન, ગિબયાહ અને તિમ્નાહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 10 શહેરો હતા.
Joshua 15 : 58 (GUV)
હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
Joshua 15 : 59 (GUV)
માંઅરાથ, બેથ-અનોથ અને એલ્તકોન, આજુબાજુના ગામો સહિત કુલ ત્યાં 6 શહેરો હતા.
Joshua 15 : 60 (GUV)
કિર્યાથ-બઆલ, (કિર્યાથ-યઆરીમ) રાબ્બાહ અને તેની નજીકનાં ગામો. સાથે ત્યાં બે શહેરો હતાં.
Joshua 15 : 61 (GUV)
રણમાં: બેથ-અરાબાહ, મિદીન તથા સખાખાહ;
Joshua 15 : 62 (GUV)
નિબ્શાન, મીઠાનુંનગર અને અને ગેદી અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 6 શહેરો હતા.
Joshua 15 : 63 (GUV)
પણ યહૂદાના લોકો યરૂશાલેમમાંથી યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહી, તેથી યબૂસીઓ યહૂદાના લોકોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63