2. અને તેણે હારુનને કહ્યું, પાપાર્થાર્પણને માટે ખોડખાંપણ વગરનો એક વાછરડો તથા દહનીયાર્પણને માટે એલ ઘેટો લઈને યહોવાની સમક્ષ તેઓને ચઢાવ.
|
3. અને તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે પાપાર્થાર્પણને માટે એક બકરો; અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા એક હલવાન, બન્ને પહેલા વર્ષના તથા ખોડખાંપણ વગરના;
|
4. અને શાંત્યર્પણોને માટે યહોવાની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ તથા એક ઘેટો, તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો; કેમ કે યહોવા આજે તમને દર્શન આપવાના છે.”
|
5. અને જે વિષે મૂસાએ આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપની પાસે લાવ્યા. અને સમગ્ર પ્રજા પાસે આવીને યહોવાની સમક્ષ ઊભી રહી.
|
7. અને મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ, ને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર. જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ.”
|
9. અને હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ ધર્યું. અને તેણે પોતાની આંગળી રક્તમાં બોળીને વેદીના શિંગ ઉપર તે લગાડ્યું; અને બાકીનું રક્ત વેદીના થડમાં ઢોળી દીધું.
|
10. પણ પાપાર્થાર્પણની ચરબી, તથા ગુરદા તથા કલેજા પરનું ચરબીનું પડ એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
12. અને તેણે દહનીયાર્પણ કાપ્યું; અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે તે વેદી ઉપર ચારે બાજુએ છાંટયું.
|
13. અને તેઓએ તેને દહનીયાર્પણના ટુકડા, એક પછી એક, તથા માથું આપ્યા; અને વેદી પર તેણે તેમનું દહન કર્યું.
|
15. અને તેણે લોકોનું અર્પણ રજૂ કર્યું, ને લોકોના પાપાર્થર્પણના બકરાને લઈને પહેલાંની જેમ તેને કાપીને પાપને લીધે ચઢાવ્યો.
|
17. પછી તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, ને તેમાંથી એક ખોબાભર લઈને, સવારના દહનીયાર્પણ ઉપરાંત, વેદી પર તેનું દહન કર્યું.
|
18. અને તેણે લોકોને માટે શાંત્યર્પણોના યજ્ઞનો બળદ તથા ઘેટો કાપ્યા. અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે વેદી પર ચારે બાજુએ છાંટયું.
|
19. અને બળદની ચરબી, તથા ઘેટાની પુષ્ટ પૂછડી, તથા આંતરડાં પરનો પડદો, તથા ગુરદાને કલેજા પરનું ચરબીનું પડ લીધાં.
|
21. અને હારુને યહોવાની સમક્ષ છાતીની તથા જમણા બાવડાની આરતી ઉતારીને તેમનું આરત્યર્પણ કર્યું, જેમ મૂસાએ આજ્ઞા કરી હતી તેમ.
|
22. અને હારુને લોકો તરફ પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો; અને પાપાર્થર્પણ તથા દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવીને તે નીચે ઊતર્યો.
|
23. અને મૂસા તથા હારુન મુલાકાતમંડપમાં ગયા, ને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ આપ્યો; અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું.
|
24. અને યહોવાની સંમુખથી અગ્નિ ઘસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંઘમાં પડ્યા.
|