લેવીય 9 : 1 (GUV)
અને આઠમે દિવસે એમ બન્યું કે, મૂસાએ હારુનને તથા તેના પુત્રોને તથા ઇઝરાયલનઅ વડીલોને બોલાવ્યા;
લેવીય 9 : 2 (GUV)
અને તેણે હારુનને કહ્યું, પાપાર્થાર્પણને માટે ખોડખાંપણ વગરનો એક વાછરડો તથા દહનીયાર્પણને માટે એલ ઘેટો લઈને યહોવાની સમક્ષ તેઓને ચઢાવ.
લેવીય 9 : 3 (GUV)
અને તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે પાપાર્થાર્પણને માટે એક બકરો; અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા એક હલવાન, બન્‍ને પહેલા વર્ષના તથા ખોડખાંપણ વગરના;
લેવીય 9 : 4 (GUV)
અને શાંત્યર્પણોને માટે યહોવાની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ તથા એક ઘેટો, તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો; કેમ કે યહોવા આજે તમને દર્શન આપવાના છે.”
લેવીય 9 : 5 (GUV)
અને જે વિષે મૂસાએ આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપની પાસે લાવ્યા. અને સમગ્ર પ્રજા પાસે આવીને યહોવાની સમક્ષ ઊભી રહી.
લેવીય 9 : 6 (GUV)
અને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે. અને તમને યહોવાના ગૌરવનું દર્શન થશે.”
લેવીય 9 : 7 (GUV)
અને મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ, ને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર. જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ.”
લેવીય 9 : 8 (GUV)
માટે હારુન વેદી પાસે ગયો, ને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો.
લેવીય 9 : 9 (GUV)
અને હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ ધર્યું. અને તેણે પોતાની આંગળી રક્તમાં બોળીને વેદીના શિંગ ઉપર તે લગાડ્યું; અને [બાકીનું] રક્ત વેદીના થડમાં ઢોળી દીધું.
લેવીય 9 : 10 (GUV)
પણ પાપાર્થાર્પણની ચરબી, તથા ગુરદા તથા કલેજા પરનું ચરબીનું પડ એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
લેવીય 9 : 11 (GUV)
અને તેનું માંસ તથા ચામડું તેણે છાવણીની બહાર અગ્નિમાં બાળી નાખ્યાં.
લેવીય 9 : 12 (GUV)
અને તેણે દહનીયાર્પણ કાપ્યું; અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે તે વેદી ઉપર ચારે બાજુએ છાંટયું.
લેવીય 9 : 13 (GUV)
અને તેઓએ તેને દહનીયાર્પણના ટુકડા, એક પછી એક, તથા માથું આપ્યા; અને વેદી પર તેણે તેમનું દહન કર્યું.
લેવીય 9 : 14 (GUV)
અને તેણે આંતરડાંને તથા પગને ધોઈને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.
લેવીય 9 : 15 (GUV)
અને તેણે લોકોનું અર્પણ રજૂ કર્યું, ને લોકોના પાપાર્થર્પણના બકરાને લઈને પહેલાંની જેમ તેને કાપીને પાપને લીધે ચઢાવ્યો.
લેવીય 9 : 16 (GUV)
પછી તેણે દહનીયાર્પણ રજૂ કર્યું, ને વિધિ પ્રમાણે તે ચઢાવ્યું.
લેવીય 9 : 17 (GUV)
પછી તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, ને તેમાંથી એક ખોબાભર લઈને, સવારના દહનીયાર્પણ ઉપરાંત, વેદી પર તેનું દહન કર્યું.
લેવીય 9 : 18 (GUV)
અને તેણે લોકોને માટે શાંત્યર્પણોના યજ્ઞનો બળદ તથા ઘેટો કાપ્યા. અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે વેદી પર ચારે બાજુએ છાંટયું.
લેવીય 9 : 19 (GUV)
અને બળદની ચરબી, તથા ઘેટાની પુષ્ટ પૂછડી, તથા [આંતરડાં પરનો] પડદો, તથા ગુરદાને કલેજા પરનું ચરબીનું પડ [લીધાં].
લેવીય 9 : 20 (GUV)
અને તેઓએ છાતી પર ચરબી મૂકી, ને તે ચરબીનુમ તેણે વેદી ઉપર દહન કર્યું.
લેવીય 9 : 21 (GUV)
અને હારુને યહોવાની સમક્ષ છાતીની તથા જમણા બાવડાની આરતી ઉતારીને તેમનું આરત્યર્પણ કર્યું, જેમ મૂસાએ આજ્ઞા કરી હતી તેમ.
લેવીય 9 : 22 (GUV)
અને હારુને લોકો તરફ પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો; અને પાપાર્થર્પણ તથા દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવીને તે નીચે ઊતર્યો.
લેવીય 9 : 23 (GUV)
અને મૂસા તથા હારુન મુલાકાતમંડપમાં ગયા, ને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ આપ્યો; અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું.
લેવીય 9 : 24 (GUV)
અને યહોવાની સંમુખથી અગ્નિ ઘસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંઘમાં પડ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: