1. હવે ઇબ્રામની પત્ની સારાયને કંઈ છોકરાં થતાં ન હતાં. અને તેની એક મિસરી દાસી હતી, તેનું નામ હાગાર હતું.
|
2. અને સારાયે ઇબ્રામને કહ્યું, “હવે જો, યહોવાએ મને જણવાથી અટકાવી છે. માટે મારી દાસી પાસે જા; કદાચ તેનાથી હું છોકરાં પામીશ.” અને ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
|
3. અને ઇબ્રામ કનાન દેશમાં દશ વર્ષ રહ્યા પછી, ઇબ્રામની પત્ની સારાયે હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાન પતિ ઇબ્રામની પત્ની થવા માટે આપી.
|
4. અને તે હાગારનિ પાસે ગયો, ને તે ગર્ભવતી થઈ; અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે, ત્યારે તેની દષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઇ.
|
5. અને સારાયે ઇબ્રામને કહ્યું, “મારી હાય તમને લાગશે. મેં મારી દાસીને તમારી સોડમાં આપી; અને જ્યારે તેણે પોતને ગર્ભવતી થયેલી જાણી ત્યારે તેની દષ્ટિમાં હું તુચ્છ ગણાઈ. મારી ને તમારી વચ્ચે યહોવા ન્યાય કરો.”
|
6. પણ ઇબ્રામે સારાયને કહ્યં, “જો, તારી દાસી તારા હાથમાં છે; જે તારી દષ્ટિમાં સારું લાગે તે તેને કર.” અને સારાયે તેને દુ:ખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાઠી.
|
8. અને તેણે કહ્યું, “સારાયની દાસી હાગાર, તું કયાંથી આવી? અને ક્યાં જાય છે?” અને તેણે કહ્યું, “મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જાઉં છું.”
|
11. અને યહોવાના દૂતે તેને કહ્યું, “જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જણશે; અને તેનું નામ ઇશ્માએલ એટલે ઈશ્વર સાંભળે છે પાડશે, કેમ કે યહોવાએ તારું દુ:ખ સાંભળ્યું છે.
|
12. અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઊલટો, ને હરેકનો હાથ તેને ઊલટો થશે; અને પોતના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે.”
|
13. અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?”
|
15. અને હાગારને ઇબ્રામથી એક દીકરો થયો; અને ઇબ્રામે હાગારને પેટે થયેલઅ પોતાના દિકરાનું નામ ઇશ્માએલ પાડયું.
|