ઊત્પત્તિ 16 : 1 (GUV)
હવે ઇબ્રામની પત્ની સારાયને કંઈ છોકરાં થતાં ન હતાં. અને તેની એક મિસરી દાસી હતી, તેનું નામ હાગાર હતું.
ઊત્પત્તિ 16 : 2 (GUV)
અને સારાયે ઇબ્રામને કહ્યું, “હવે જો, યહોવાએ મને જણવાથી અટકાવી છે. માટે મારી દાસી પાસે જા; કદાચ તેનાથી હું છોકરાં પામીશ.” અને ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
ઊત્પત્તિ 16 : 3 (GUV)
અને ઇબ્રામ કનાન દેશમાં દશ વર્ષ રહ્યા પછી, ઇબ્રામની પત્ની સારાયે હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાન પતિ ઇબ્રામની પત્ની થવા માટે આપી.
ઊત્પત્તિ 16 : 4 (GUV)
અને તે હાગારનિ પાસે ગયો, ને તે ગર્ભવતી થઈ; અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે, ત્યારે તેની દષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઇ.
ઊત્પત્તિ 16 : 5 (GUV)
અને સારાયે ઇબ્રામને કહ્યું, “મારી હાય તમને લાગશે. મેં મારી દાસીને તમારી સોડમાં આપી; અને જ્યારે તેણે પોતને ગર્ભવતી થયેલી જાણી ત્યારે તેની દષ્ટિમાં હું તુચ્છ ગણાઈ. મારી ને તમારી વચ્ચે યહોવા ન્યાય કરો.”
ઊત્પત્તિ 16 : 6 (GUV)
પણ ઇબ્રામે સારાયને કહ્યં, “જો, તારી દાસી તારા હાથમાં છે; જે તારી દષ્ટિમાં સારું લાગે તે તેને કર.” અને સારાયે તેને દુ:ખ દીધું, ત્યારે તે તેની પાસેથી નાઠી.
ઊત્પત્તિ 16 : 7 (GUV)
અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો [હતો] તે ઝરા પાસે યહોવાએ દૂતે તેને જોઈ.
ઊત્પત્તિ 16 : 8 (GUV)
અને તેણે કહ્યું, “સારાયની દાસી હાગાર, તું કયાંથી આવી? અને ક્યાં જાય છે?” અને તેણે કહ્યું, “મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જાઉં છું.”
ઊત્પત્તિ 16 : 9 (GUV)
અને યહોવાના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.”
ઊત્પત્તિ 16 : 10 (GUV)
અને યહોવાના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ, ને ન ગણાય એટલે સુધી તે વધશે.”
ઊત્પત્તિ 16 : 11 (GUV)
અને યહોવાના દૂતે તેને કહ્યું, “જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જણશે; અને તેનું નામ ઇશ્માએલ [એટલે ઈશ્વર સાંભળે છે] પાડશે, કેમ કે યહોવાએ તારું દુ:ખ સાંભળ્યું છે.
ઊત્પત્તિ 16 : 12 (GUV)
અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઊલટો, ને હરેકનો હાથ તેને ઊલટો થશે; અને પોતના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે.”
ઊત્પત્તિ 16 : 13 (GUV)
અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?”
ઊત્પત્તિ 16 : 14 (GUV)
એ માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ પડ્યું; જુઓ, તે કાદેશ તથા બેરેદની વચમાં છે.
ઊત્પત્તિ 16 : 15 (GUV)
અને હાગારને ઇબ્રામથી એક દીકરો થયો; અને ઇબ્રામે હાગારને પેટે થયેલઅ પોતાના દિકરાનું નામ ઇશ્માએલ પાડયું.
ઊત્પત્તિ 16 : 16 (GUV)
અને ઇબ્રામથી હાગારને પેટે ઇશ્માએલ જન્મ્યો, ત્યારે ઇબ્રામ છયાસી વર્ષનો હતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: