1. એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”
|
2. અને ઇબ્રામ બોલ્યો, “હે પ્રભુ યહોવા, તમે મને શું આપશો? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું, ને આ દમસ્કનો એલિએઝેર મારા ઘરનો માલિક થનાર છે.”
|
3. અને ઇબ્રામ બોલ્યો:“જુઓ, તમે મને કંઈ સંતાન નથી આપ્યું; માટે, જુઓ, મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ છે.”
|
4. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું:“એ તારો વારસ નહિ થશે. પણ તારા પોતાના પટેનો જે થશે તે જ તારો વારસ થશે.”
|
5. અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, “હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ.” અને યહોવાએ તેને કહ્યું, “તેટલા તારાં સંતાન થશે.”
|
7. અને તેમણે ઇબ્રામને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું”
|
9. અને યહોવાએ કહ્યું, “ત્રણ વર્ષની વાછરડી, તથા ત્રણ વર્ષની બકરી, તથા ત્રણ વર્ષનો મેંઢો, તથા એક હોલું ને કબૂતરનું એક પીલું મારે માટે લે.”
|
10. અને ઇબ્રામે એ સર્વ લીધાં, ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મૂકયા. પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ.
|
12. અને સૂર્ય આથમતો હતો, ત્યારે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો.
|
13. અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવઅ કરશે; અને ચારસો વર્ષ સુધી તેઓને દુ:ખ આપવમાં આવશે;
|
17. અને એમ થયું કે, સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ.
|
18. તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;
|