ઊત્પત્તિ 15 : 1 (GUV)
એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”
ઊત્પત્તિ 15 : 2 (GUV)
અને ઇબ્રામ બોલ્યો, “હે પ્રભુ યહોવા, તમે મને શું આપશો? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું, ને આ દમસ્કનો એલિએઝેર મારા ઘરનો માલિક થનાર છે.”
ઊત્પત્તિ 15 : 3 (GUV)
અને ઇબ્રામ બોલ્યો:“જુઓ, તમે મને કંઈ સંતાન નથી આપ્યું; માટે, જુઓ, મારા ઘરમાં જન્મેલો એક [જણ] મારો વારસ છે.”
ઊત્પત્તિ 15 : 4 (GUV)
અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું:“એ તારો વારસ નહિ થશે. પણ તારા પોતાના પટેનો જે થશે તે જ તારો વારસ થશે.”
ઊત્પત્તિ 15 : 5 (GUV)
અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, “હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ.” અને યહોવાએ તેને કહ્યું, “તેટલા તારાં સંતાન થશે.”
ઊત્પત્તિ 15 : 6 (GUV)
અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો; અને તે યહોવાએ ન્યાયીપણાને અર્થે તેના લાભમાં ગણ્યું.
ઊત્પત્તિ 15 : 7 (GUV)
અને તેમણે ઇબ્રામને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું”
ઊત્પત્તિ 15 : 8 (GUV)
અને તેણે કહ્યું, “હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ, એ હું શાથી જાણું?”
ઊત્પત્તિ 15 : 9 (GUV)
અને યહોવાએ કહ્યું, “ત્રણ વર્ષની વાછરડી, તથા ત્રણ વર્ષની બકરી, તથા ત્રણ વર્ષનો મેંઢો, તથા એક હોલું ને કબૂતરનું એક પીલું મારે માટે લે.”
ઊત્પત્તિ 15 : 10 (GUV)
અને ઇબ્રામે એ સર્વ લીધાં, ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મૂકયા. પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ.
ઊત્પત્તિ 15 : 11 (GUV)
અને જયારે શિકારી પક્ષી તે મુડદાં ઉપર પડયાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી મૂક્યાં.
ઊત્પત્તિ 15 : 12 (GUV)
અને સૂર્ય આથમતો હતો, ત્યારે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો.
ઊત્પત્તિ 15 : 13 (GUV)
અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવઅ કરશે; અને ચારસો વર્ષ સુધી તેઓને દુ:ખ આપવમાં આવશે;
ઊત્પત્તિ 15 : 14 (GUV)
અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ; અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે.
ઊત્પત્તિ 15 : 15 (GUV)
પણ તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે; અને તું ઘણો ઘરડો થયા પછી દટાશે.
ઊત્પત્તિ 15 : 16 (GUV)
અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજી ભરાયો નથી.”
ઊત્પત્તિ 15 : 17 (GUV)
અને એમ થયું કે, સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ.
ઊત્પત્તિ 15 : 18 (GUV)
તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;
ઊત્પત્તિ 15 : 19 (GUV)
એટલે કેનીઓનો તથા કનિઝીઓનો તથા કાદમોનીઓનો,
ઊત્પત્તિ 15 : 20 (GUV)
તથા હિત્તીઓનો તથા પરિઝીઇઓનો, તથા રફાઈઓનો,
ઊત્પત્તિ 15 : 21 (GUV)
તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ [આપ્યો છે].”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: