પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.
2. જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”
3. ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
4. તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
5. યહોવાનાં સ્તોત્ર ગાઓ; તેમણે ઉત્તમ કામો કર્યાં છે, એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ.
6. હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 12 of Total Chapters 66
યશાયા 12:1
1. તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.
2. જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”
3. ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
4. તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
5. યહોવાનાં સ્તોત્ર ગાઓ; તેમણે ઉત્તમ કામો કર્યાં છે, આખી પૃથ્વીમાં વિદિત થાઓ.
6. હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર તારામાં મોટા મનાય છે.”
Total 66 Chapters, Current Chapter 12 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References