યશાયા 12 : 1 (GUV)
તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.
યશાયા 12 : 2 (GUV)
જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”
યશાયા 12 : 3 (GUV)
ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
યશાયા 12 : 4 (GUV)
તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
યશાયા 12 : 5 (GUV)
યહોવાનાં સ્તોત્ર ગાઓ; તેમણે ઉત્તમ કામો કર્યાં છે, એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ.
યશાયા 12 : 6 (GUV)
હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: