1. સુલેમાનનું આ સર્વોત્તમ ગીત. [QBR]
2. તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, [QBR] કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે. [QBR]
3. તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! [QBR] તારું નામ અત્તર જેવું મહાન છે! [QBR] તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે! [QBR]
4. મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. [QBR] રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. [QBR] હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; [QBR] મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. [QBR] બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે. [QBR]
5. હું શ્યામ છું પણ સુંદર છું, [QBR] હે યરુશાલેમની દીકરીઓ, [QBR] કેદારના તંબુઓની માફક શ્યામ, [QBR] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું. [QBR]
6. હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. [QBR] કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. [QBR] મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; [QBR] તેઓએ મને દ્રાક્ષાવાડીની રક્ષક બનાવી. [QBR] પણ મારી પોતાની દ્રાક્ષાવાડી મેં સંભાળી નથી. [QBR]
7. જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, [QBR] તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? [QBR] તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? [QBR] શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, [QBR] ભટકનારની માફક ફરું? [QBR]
8. યુવતીઓમાં અતિસુંદર, જો તું જાણતી ના હોય તો, [QBR] મારા ટોળાંની પાછળ ચાલ, [QBR] તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ. [QBR]
9. મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે. [QBR]
10. તારા ગાલ તારા આભૂષણોથી, [QBR] તારી ગરદન રત્નથી સુંદર લાગે છે. [QBR]
11. હું તારા માટે ચાંદી જડેલા [QBR] સોનાના આભૂષણો બનાવીશ. [QBR]
12. જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, [QBR] ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી. [QBR]
13. મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે. [QBR]
14. મારો પ્રીતમ, એન ગેદીની વાડીમાં, [QBR] મેંદીના પુષ્પગુચ્છ જેવો લાગે છે. [PE][PS]
15. જો,મારી પ્રિયતમા, તું સુંદર છે, [QBR] જો, તું સુંદર છે; [QBR] તારી આંખો હોલાના જેવી છે. [QBR]
16. જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. [QBR] આપણો પલંગ કૂણા છોડના જેવો છે. [QBR]
17. આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને [QBR] આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે. [PE]