પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Song of Solomon Chapter 1

1 2 સુલેમાનનું આ સર્વોત્તમ ગીત. તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે. 3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે! 4 મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે. 5 હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું. 6 હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષાવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષાવાડી મેં સંભાળી નથી. 7 જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું? 8 યુવતીઓમાં અતિસુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ. 9 મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે. 10 તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે. 11 હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ. 12 જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી. 13 મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે. 14 મારો પ્રીતમ, એન ગેદીની વાડીમાં, મેંદીના પુષ્પગુચ્છ જેવો લાગે છે. 15 જો,મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે. 16 જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે. 17 આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.
1 .::. 2 સુલેમાનનું આ સર્વોત્તમ ગીત. તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે. .::. 3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે! .::. 4 મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે. .::. 5 હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું. .::. 6 હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષાવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષાવાડી મેં સંભાળી નથી. .::. 7 જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું? .::. 8 યુવતીઓમાં અતિસુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ. .::. 9 મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે. .::. 10 તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે. .::. 11 હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ. .::. 12 જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી. .::. 13 મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે. .::. 14 મારો પ્રીતમ, એન ગેદીની વાડીમાં, મેંદીના પુષ્પગુચ્છ જેવો લાગે છે. .::. 15 જો,મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે. .::. 16 જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે. .::. 17 આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.
  • Song of Solomon Chapter 1  
  • Song of Solomon Chapter 2  
  • Song of Solomon Chapter 3  
  • Song of Solomon Chapter 4  
  • Song of Solomon Chapter 5  
  • Song of Solomon Chapter 6  
  • Song of Solomon Chapter 7  
  • Song of Solomon Chapter 8  
×

Alert

×

Gujarati Letters Keypad References