1. ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; [QBR] તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ. [QBR]
2. તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, [QBR] જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, [QBR] તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો. [QBR]
3. પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; [QBR] તેઓ આનંદ કરો અને હર્ષ પામો. [QBR]
4. ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; [QBR] એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; [QBR] તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો. [QBR]
5. અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ, [QBR] એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે. [QBR]
6. ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; [QBR] તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; [QBR] પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે. [QBR]
7. હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, [QBR] જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, સેલાહ
8. ત્યારે પૃથ્વી કાંપી; [QBR] વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, [QBR] ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો. [QBR]
9. હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; [QBR] જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું. [QBR]
10. તમારા લોકો તેમાં રહે છે; [QBR] હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી. [QBR]
11. પ્રભુ હુકમ આપે છે [QBR] અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું. [QBR]
12. રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે [QBR] અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે: [QBR]
13. જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, [QBR] એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો. [QBR]
14. જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, [QBR] ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું. [QBR]
15. એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; [QBR] બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે. [QBR]
16. અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, [QBR] તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? [QBR] નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે. [QBR]
17. ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; [QBR] જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે. [QBR]
18. તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; [QBR] તમે માણસો પાસેથી ભેટો લીધી, [QBR] એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, [QBR] કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે. [QBR]
19. પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, [QBR] તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. સેલાહ
20. ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; [QBR] મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે. [QBR]
21. પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, [QBR] પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે. [QBR]
22. પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, [QBR] હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ. [QBR]
23. કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે [QBR] અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.” [QBR]
24. હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, [QBR] મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે. [QBR]
25. આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા [QBR] અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી. [QBR]
26. હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો; [QBR] ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો. [QBR]
27. પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે, [QBR] પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, [QBR] ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે. [QBR]
28. તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે; [QBR] હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો. [QBR]
29. કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં [QBR] રાજાઓ તમારી પાસે ભેટો લાવશે. [QBR]
30. સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, [QBR] બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. [QBR] જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; [QBR] જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો. [QBR]
31. મિસરમાંથી રાજકુમારો આવશે; [QBR] કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે. [QBR]
32. હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; સેલાહ યહોવાહનું સ્તવન કરો. [QBR]
33. પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; [QBR] જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે. [QBR]
34. પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; [QBR] તેમની સત્તા ઇઝરાયલ પર છે [QBR] અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે. [QBR]
35. હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; [QBR] ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. [QBR] ઈશ્વરની સ્તુતિ થાઓ. [PE]