Gujarati બાઇબલ
ગીતશાસ્ત્ર total 150 પ્રકરણો
ગીતશાસ્ત્ર
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
1 ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
4 ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
5 અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
6 ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
7 હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, QSS સેલાહSE
8 ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
9 હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
10 તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
11 પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
12 રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:
13 જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
14 જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
15 એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
16 અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
17 ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
18 તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
19 પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. QSS સેલાહSE
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
20 ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
21 પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
22 પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
23 કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”
24 હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.
25 આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
26 હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો; ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.
27 પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે, પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.
28 તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે; હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
29 કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.
30 સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
31 મિસરમાંથી રાજકુમારો આવશે; કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.
32 હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; QSS સેલાહSE યહોવાહનું સ્તવન કરો.
33 પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.
ગીતશાસ્ત્ર પ્રકરણ 68
34 પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; તેમની સત્તા ઇઝરાયલ પર છે અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.
35 હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ.