1. હવે ઇઝરાયલ એમ કહો, [QBR] “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,” [QBR]
2. જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, [QBR] “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત, [QBR]
3. તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં [QBR] તેઓ અમને જીવતા જ ગળી જાત. [QBR]
4. પાણીની રેલો અમને તાણી જાત, [QBR] પાણીએ અમને ડુબાડી દીધા હોત. [QBR]
5. તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.” [QBR]
6. યહોવાહની સ્તુતિ થાઓ, [QBR] જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ. [QBR]
7. જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; [QBR] જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. [QBR]
8. આકાશ અને પૃથ્વીના સર્જનહાર, [QBR] યહોવાહ અમારા મદદગાર છે. [PE]