ગીતશાસ્ત્ર 124 : 1 (GUV)
ચઢવાનું ગીત; દાઉદનું. હવે, ઇઝરાયલ એમ કહો કે, જો યહોવા અમારા પક્ષમાં ન હોત,
ગીતશાસ્ત્ર 124 : 2 (GUV)
જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત,
ગીતશાસ્ત્ર 124 : 3 (GUV)
તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
ગીતશાસ્ત્ર 124 : 4 (GUV)
ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચઢત;
ગીતશાસ્ત્ર 124 : 5 (GUV)
ત્યારે ગર્વિષ્ઠ મોજાં અમારા જીવ ઉપર ફરી વળત.
ગીતશાસ્ત્ર 124 : 6 (GUV)
યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
ગીતશાસ્ત્ર 124 : 7 (GUV)
જેમ પારધીની જાળમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તો તૂટી ગઈ છે, અને અમે બચી ગયા છે;
ગીતશાસ્ત્ર 124 : 8 (GUV)
અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: