1. આવતી કાલની બડાશ મારીશ નહિ, [QBR] કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી. [QBR]
2. બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; [QBR] બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે. [QBR]
3. પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; [QBR] પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે. [QBR]
4. ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, [QBR] પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે? [QBR]
5. છુપાવેલા પ્રેમ કરતાં [QBR] ઉઘાડો ઠપકો સારો છે. [QBR]
6. મિત્રના ઘા પ્રામાણિક હોય છે, [QBR] પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે. [QBR]
7. ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, [QBR] પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે. [QBR]
8. પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ [QBR] જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે. [QBR]
9. જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, [QBR] તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે. [QBR]
10. તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; [QBR] વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. [QBR] દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે. [QBR]
11. મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, [QBR] જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું. [QBR]
12. શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, [QBR] પણ અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે. [QBR]
13. અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે [QBR] અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; [QBR] તો તેને જવાબદારીમાં રાખ. [QBR]
14. જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, [QBR] તે તેને શાપ સમાન લાગશે. [QBR]
15. ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા [QBR] કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે. [QBR]
16. જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, [QBR] અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે. [QBR]
17. લોઢું લોઢાને ધારદાર બનાવે છે; [QBR] તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે. [QBR]
18. જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે [QBR] અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે. [QBR]
19. જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, [QBR] તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે. [QBR]
20. જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; [QBR] તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. [QBR]
21. ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; [QBR] તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે. [QBR]
22. જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, [QBR] તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી. [QBR]
23. તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ [QBR] અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ. [QBR]
24. કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. [QBR] શું મુગટ વંશપરંપરા ટકે છે? [QBR]
25. સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે [QBR] અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે. [QBR]
26. ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે [QBR] અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે. [QBR]
27. વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે [QBR] અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે. [PE]