નીતિવચનો 27 : 1 (GUV)
આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.
નીતિવચનો 27 : 2 (GUV)
બીજો માણસ તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન [કર]; બીજો [કરે] તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
નીતિવચનો 27 : 3 (GUV)
પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની હેરાનગતિ તે બન્‍ને કરતાં ભારે હોય છે.
નીતિવચનો 27 : 4 (GUV)
ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?
નીતિવચનો 27 : 5 (GUV)
ગુપ્ત પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
નીતિવચનો 27 : 6 (GUV)
મિત્રના [કરેલા] ઘા પ્રામાણિક છે; પણ શત્રુનાં ચુંબન પુષ્કળ છે.
નીતિવચનો 27 : 7 (GUV)
ધરાયેલો માણસ મધપૂડાથી કંટાળે છે; પણ ક્ષુધાતુરને હરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
નીતિવચનો 27 : 8 (GUV)
પોતાની જગા છોડી ભટકનાર માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષીના જેવો છે.
નીતિવચનો 27 : 9 (GUV)
જેમ અત્તર તથા સુગંધીથી હ્રદયને હર્ષ થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
નીતિવચનો 27 : 10 (GUV)
તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ત્યજી દઈશ નહિ; અને તારી વિપત્તિને સમયે તારા ભાઈને ઘેર ન જા, દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.
નીતિવચનો 27 : 11 (GUV)
મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હ્રદયને આનંદ પમાડ કે, મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.
નીતિવચનો 27 : 12 (GUV)
સંકટને જોઈને શાણો સંતાઈ જાય છે, પણ મૂર્ખ આગળ ચાલ્યો જઈને આપત્તિ ભોગવે છે.
નીતિવચનો 27 : 13 (GUV)
અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્‍ત્ર લઈ લે; અને અજાણી સ્‍ત્રી [ના જામીનને] જવાબદારીમાં રાખ.
નીતિવચનો 27 : 14 (GUV)
જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે.
નીતિવચનો 27 : 15 (GUV)
ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાખોર સ્‍ત્રી [એ બન્‍ને] બરાબર છે;
નીતિવચનો 27 : 16 (GUV)
જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાને જમણે હાથે લગાડેલા તેલની સુગંધી પણ [રોકી શકે].
નીતિવચનો 27 : 17 (GUV)
લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમ જ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.
નીતિવચનો 27 : 18 (GUV)
જે કોઈ અંજીરી સાચવે છે તે તેનું ફળ ખાશે; તેમ જ પોતાના શેઠની ખિજમત કરનાર માન પામશે.
નીતિવચનો 27 : 19 (GUV)
જેમ [માણસના] ચહેરાની આબેહૂબ છબી પાણીમાં પડે છે, તેમ માણસના હ્રદયનું પ્રતિબિંબ સામા માણસ પર પડે છે.
નીતિવચનો 27 : 20 (GUV)
જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તેમ માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
નીતિવચનો 27 : 21 (GUV)
રૂપું ગાળવા માટે કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
નીતિવચનો 27 : 22 (GUV)
જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણિયામાં નાખીને સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.
નીતિવચનો 27 : 23 (GUV)
તારાં ઘેટાંબકરાંની હાલત જાણવાની ખંત રાખ, અને તારાં ઢોરઢાંકની બરાબર તપાસ રાખ;
નીતિવચનો 27 : 24 (GUV)
કેમ કે દ્રવ્ય કાયમ ટકતું નથી; અને શું મુગટ વંશપરંપરા ટકે છે?
નીતિવચનો 27 : 25 (GUV)
સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે, તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે, અને પર્વતોની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.
નીતિવચનો 27 : 26 (GUV)
હલવાનો તારાં વસ્‍ત્રોને અર્થે છે, અને બકરાં ખેતરનું મૂલ્ય છે;
નીતિવચનો 27 : 27 (GUV)
વળી બકરીઓનું દૂધ તારે માટે તથા તારા ઘરનાને ખાવા માટે, અને તારી દાસીઓના ગુજરાનને માટે પૂરતું [થશે].

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: