2. મારા જીવનું રક્ષણ કરો, કેમ કે હું તમારો ભક્ત છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.
|
9. હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ પ્રણામ કરશે; અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
|
11. હે યહોવા, મને તમારો માર્ગ શીખવો; હું તમારા સત્ય માર્ગે ચાલીશ; તમારા નામનું ભય રાખવાને મારા હ્રદયને એકાગ્ર કરો.
|
12. હે પ્રભુ, મારા ઈશ્વર, હું મારા ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું સદાકાળ તમારા નામનો મહિમા ગાઈશ.
|
14. હે ઈશ્વર, ગર્વિષ્ઠો મારી સામે ઊઠયા છે, અને જબરદસ્ત માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે, તેઓએ પોતાની આગળ તમને રાખ્યા નથી.
|
15. પણ, હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા તમે ઈશ્વર છો.
|
17. મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.
|