ગીતશાસ્ત્ર 86 : 1 (GUV)
દાઉદની પ્રાર્થના. હે યહોવા, તમારો કાન ઘરીને મને ઉત્તર આપો; કારણ કે હું દીન તથા દરિદ્રી છું.
ગીતશાસ્ત્ર 86 : 2 (GUV)
મારા જીવનું રક્ષણ કરો, કેમ કે હું તમારો ભક્ત છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.
ગીતશાસ્ત્ર 86 : 3 (GUV)
હે પ્રભુ, મારા પર દયા કરો; કેમ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.
ગીતશાસ્ત્ર 86 : 4 (GUV)
તમારા સેવકના આત્માને આનંદ પમાડો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંત:કરણ લગાડું છું.
ગીતશાસ્ત્ર 86 : 5 (GUV)
કેમ કે, હે પ્રભુ, તમે ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છો, તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો.
ગીતશાસ્ત્ર 86 : 6 (GUV)
હે યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો; મારી આજીજી સાંભળો.
ગીતશાસ્ત્ર 86 : 7 (GUV)
મારા સંકટને દિવસે હું તમને પોકાર કરીશ; કેમ કે તમે મને ઉત્તર આપશો.
ગીતશાસ્ત્ર 86 : 8 (GUV)
હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી; અને તમારા કૃત્યો જેવાં કોઈનાં નથી.
ગીતશાસ્ત્ર 86 : 9 (GUV)
હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ પ્રણામ કરશે; અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
ગીતશાસ્ત્ર 86 : 10 (GUV)
કેમ કે તમે મોટા છો ને આશ્ચર્યકારક કૃત્યો કરો છો; તમે એકલા જ ઈશ્વર છો.
ગીતશાસ્ત્ર 86 : 11 (GUV)
હે યહોવા, મને તમારો માર્ગ શીખવો; હું તમારા સત્ય માર્ગે ચાલીશ; તમારા નામનું ભય રાખવાને મારા હ્રદયને એકાગ્ર કરો.
ગીતશાસ્ત્ર 86 : 12 (GUV)
હે પ્રભુ, મારા ઈશ્વર, હું મારા ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું સદાકાળ તમારા નામનો મહિમા ગાઈશ.
ગીતશાસ્ત્ર 86 : 13 (GUV)
કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે.
ગીતશાસ્ત્ર 86 : 14 (GUV)
હે ઈશ્વર, ગર્વિષ્ઠો મારી સામે ઊઠયા છે, અને જબરદસ્ત માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે, તેઓએ પોતાની આગળ તમને રાખ્યા નથી.
ગીતશાસ્ત્ર 86 : 15 (GUV)
પણ, હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા તમે ઈશ્વર છો.
ગીતશાસ્ત્ર 86 : 16 (GUV)
મારી તરફ ફરો, ને મારા પર દયા કરો; તમારા દાસને તમારું સામર્થ્ય આપો, તમારી દાસીના દીકરાને બચાવો.
ગીતશાસ્ત્ર 86 : 17 (GUV)
મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: