1. મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત. હે સૈન્યોના યહોવા, તમારા માંડવા કેવા રમણીય છે!
|
2. મારો આત્મા યહોવાનાં આંગણાંની અભિલાષા રાખે છે, હા, તેમને માટે ક્ષીણ થાય છે; જીવતાજાગતા ઈશ્વરની આગળ મારું હ્રદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે.
|
3. ચલ્લીને ઘર મળ્યું છે, અને અબાબીલને માળો મળ્યો કે, જેમાં તે પોતાનાં બચ્ચાં રાખે, એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા ઈશ્વર.
|
6. રુદનના નીચાણને ઓળંગતાં તેઓ તેને ઝરાની જગા બનાવે છે; હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે.
|
7. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે, તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે.
|
10. કેમ કે હજાર દિવસ કરતાં તમારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાનાં તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.
|
11. કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.
|