ગીતશાસ્ત્ર 84 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત. હે સૈન્યોના યહોવા, તમારા માંડવા કેવા રમણીય છે!
ગીતશાસ્ત્ર 84 : 2 (GUV)
મારો આત્મા યહોવાનાં આંગણાંની અભિલાષા રાખે છે, હા, [તેમને માટે] ક્ષીણ થાય છે; જીવતાજાગતા ઈશ્વરની આગળ મારું હ્રદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે.
ગીતશાસ્ત્ર 84 : 3 (GUV)
ચલ્લીને ઘર મળ્યું છે, અને અબાબીલને માળો મળ્યો કે, જેમાં તે પોતાનાં બચ્ચાં રાખે, એટલે તમારી વેદીઓ [આગળ], હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા ઈશ્વર.
ગીતશાસ્ત્ર 84 : 4 (GUV)
તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે; તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 84 : 5 (GUV)
જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે [સિયોનના] માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે.
ગીતશાસ્ત્ર 84 : 6 (GUV)
રુદનના નીચાણને ઓળંગતાં તેઓ તેને ઝરાની જગા બનાવે છે; હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે.
ગીતશાસ્ત્ર 84 : 7 (GUV)
તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે, તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે.
ગીતશાસ્ત્ર 84 : 8 (GUV)
હે સૈન્યોના ઈશ્વર યહોવા, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, કાન ધરો. (સેલાહ)
ગીતશાસ્ત્ર 84 : 9 (GUV)
હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તમારા અભિષિક્તના મુખને નિહાળો.
ગીતશાસ્ત્ર 84 : 10 (GUV)
કેમ કે હજાર દિવસ કરતાં તમારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાનાં તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.
ગીતશાસ્ત્ર 84 : 11 (GUV)
કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે; યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહિ.
ગીતશાસ્ત્ર 84 : 12 (GUV)
હે સૈન્યોના યહોવા, જે માણસ તમારા પર ભરોસો રાખે છે, તેને ધન્ય છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: