1. દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાની આગળ ગાયું. હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું; જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો.
|
4. જો મારી સાથે શાંતિમાં રહેનારનું મેં ભૂંડું કર્યું હોય, (હા, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે, )
|
5. તો ભલે શત્રુ મારી પાછળ પડીને મને પકડી પાડો; હા, મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરો, અને મારી આબરૂ ધૂળમાં મેળવી દો. (સેલાહ)
|
6. હે યહોવા, તમે કોપ કરીને ઊઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ; મારે માટે જાગ્રત થાઓ; તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.
|
8. યહોવા લોકોનો ન્યાય કરે છે. હે યહોવા, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
|
9. દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.
|