ગીતશાસ્ત્ર 7 : 1 (GUV)
દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાની આગળ ગાયું. હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું; જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો.
ગીતશાસ્ત્ર 7 : 2 (GUV)
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે. અને મને છોડાવનાર કોઈ મળે નહિ.
ગીતશાસ્ત્ર 7 : 3 (GUV)
હે મારા ઈશ્વર યહોવા, જો મેં એમ કર્યું હોય, જો મારા હાથમાં કંઈ ભૂંડાઈ હોય,
ગીતશાસ્ત્ર 7 : 4 (GUV)
જો મારી સાથે શાંતિમાં રહેનારનું મેં ભૂંડું કર્યું હોય, (હા, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે, )
ગીતશાસ્ત્ર 7 : 5 (GUV)
તો ભલે શત્રુ મારી પાછળ પડીને મને પકડી પાડો; હા, મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરો, અને મારી આબરૂ ધૂળમાં મેળવી દો. (સેલાહ)
ગીતશાસ્ત્ર 7 : 6 (GUV)
હે યહોવા, તમે કોપ કરીને ઊઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ; મારે માટે જાગ્રત થાઓ; તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.
ગીતશાસ્ત્ર 7 : 7 (GUV)
લોકોની સભા તમારી આસપાસ ભેગી થાય. તમારા રાજ્યાસન ઉપર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
ગીતશાસ્ત્ર 7 : 8 (GUV)
યહોવા લોકોનો ન્યાય કરે છે. હે યહોવા, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
ગીતશાસ્ત્ર 7 : 9 (GUV)
દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.
ગીતશાસ્ત્ર 7 : 10 (GUV)
મારી ઢાલ ઈશ્વર છે, તે યથાર્થ હ્રદયવાળાઓને તારે છે.
ગીતશાસ્ત્ર 7 : 11 (GUV)
ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, હા, ઈશ્વર રોજ [દુષ્ટો પર] કોપાયમાન થાય છે.
ગીતશાસ્ત્ર 7 : 12 (GUV)
જો માણસ [પાપથી] ન ફરે, તો તે તેની તરવાર ઘસશે; તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે.
ગીતશાસ્ત્ર 7 : 13 (GUV)
વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે. તે પોતાનાં બાણને બળતાં તીર કરે છે.
ગીતશાસ્ત્ર 7 : 14 (GUV)
તે ભૂંડાઈથી કષ્ટાય છે; હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, અને જૂઠને જન્મ આપ્યો છે.
ગીતશાસ્ત્ર 7 : 15 (GUV)
તેણે ખાડો ખોદ્યો છે, અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
ગીતશાસ્ત્ર 7 : 16 (GUV)
તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, અને તેનો બલાત્કાર તેના પોતાના માથા પર પડશે.
ગીતશાસ્ત્ર 7 : 17 (GUV)
હું યહોવાના ન્યાયીપણાને લીધે તેમનો આભાર માનીશ; અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: