પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત. અરે પરાક્રમીઓ, શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? શું, તમે માણસોનો અદલ ઇનસાફ કરો છો?
2. ના, તમે મનમાં ભૂંડાઈ યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો
3. દુષ્ટો માના પેટથી જ ભટકી ગએલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
4. તેઓનું વિષ સાપના વિષ જેવું છે; [તેઓ] કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે,
5. કે જે ઘણી જ હોશિયારીથી મહુવર વગાડનાર ગારુડીનો પણ સાદ સાંભળતો નથી.
6. હે ઈશ્વર, તેઓના મોંની બત્રીસી ભાંગી નાખજો; હે યહોવા, સિંહનાં બચ્ચાંની રાક્ષીઓ પાડી નાખજો.
7. તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ, તેઓ બાણ તાકે ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
8. ગોકળગાય જે પીગળતી પીગળતી ચાલે છે તેના જેવા, અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગએલા ગર્ભ [જેવા તેઓ થાઓ].
9. તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
10. બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.
11. માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 58 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 58:12
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત. અરે પરાક્રમીઓ, શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? શું, તમે માણસોનો અદલ ઇનસાફ કરો છો?
2. ના, તમે મનમાં ભૂંડાઈ યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો
3. દુષ્ટો માના પેટથી ભટકી ગએલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
4. તેઓનું વિષ સાપના વિષ જેવું છે; તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે,
5. કે જે ઘણી હોશિયારીથી મહુવર વગાડનાર ગારુડીનો પણ સાદ સાંભળતો નથી.
6. હે ઈશ્વર, તેઓના મોંની બત્રીસી ભાંગી નાખજો; હે યહોવા, સિંહનાં બચ્ચાંની રાક્ષીઓ પાડી નાખજો.
7. તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ, તેઓ બાણ તાકે ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
8. ગોકળગાય જે પીગળતી પીગળતી ચાલે છે તેના જેવા, અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગએલા ગર્ભ જેવા તેઓ થાઓ.
9. તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
10. બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.
11. માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”
Total 150 Chapters, Current Chapter 58 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References