ગીતશાસ્ત્ર 58 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત. અરે પરાક્રમીઓ, શું તમે ખરેખર ન્યાયીપણાથી બોલો છો? શું, તમે માણસોનો અદલ ઇનસાફ કરો છો?
ગીતશાસ્ત્ર 58 : 2 (GUV)
ના, તમે મનમાં ભૂંડાઈ યોજો છો; પૃથ્વી પર તમે તમારા હાથથી જુલમ તોળી આપો છો
ગીતશાસ્ત્ર 58 : 3 (GUV)
દુષ્ટો માના પેટથી જ ભટકી ગએલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે.
ગીતશાસ્ત્ર 58 : 4 (GUV)
તેઓનું વિષ સાપના વિષ જેવું છે; [તેઓ] કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે,
ગીતશાસ્ત્ર 58 : 5 (GUV)
કે જે ઘણી જ હોશિયારીથી મહુવર વગાડનાર ગારુડીનો પણ સાદ સાંભળતો નથી.
ગીતશાસ્ત્ર 58 : 6 (GUV)
હે ઈશ્વર, તેઓના મોંની બત્રીસી ભાંગી નાખજો; હે યહોવા, સિંહનાં બચ્ચાંની રાક્ષીઓ પાડી નાખજો.
ગીતશાસ્ત્ર 58 : 7 (GUV)
તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ, તેઓ બાણ તાકે ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.
ગીતશાસ્ત્ર 58 : 8 (GUV)
ગોકળગાય જે પીગળતી પીગળતી ચાલે છે તેના જેવા, અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગએલા ગર્ભ [જેવા તેઓ થાઓ].
ગીતશાસ્ત્ર 58 : 9 (GUV)
તમારાં હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ, તેમને વંટોળિયો ઘસડી લઈ જશે.
ગીતશાસ્ત્ર 58 : 10 (GUV)
બદલો વળેલો જોઈને ન્યાયી માણસ હરખાશે; તે દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.
ગીતશાસ્ત્ર 58 : 11 (GUV)
માટે લોકો કહેશે, “ન્યાયીને ખચીત બદલો મળે છે; ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર ઈશ્વર છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: