1. અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી શરૂ થયો ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો.
|
3. અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોણી સીમઅ સુધી, નીચલા બેથ-હોરોણી સીમા છેક ગેઝેર સુધી ઊતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.
|
5. અને એફ્રાઈમપુત્રોની સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે આ પ્રમાણે હતી:એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારોથ આદ્દાર, ઉપરના બેથ-હોરોન સુધી હતી.
|
6. અને ત સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ; અને તે ત્યાંથી પૂર્વ તરફ વળીને તાનાથ-શીલો સુધી ગઈ. ને તેની પાસે થઈને યાનોઆની પૂર્વે ગઈ;
|
8. અને તે સીમા તાપ્પૂઆથી પશ્ચિમ તરફ વધીને કાના નદી સુધી ગઈ; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. એફ્રાઈમપુત્રોના કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે.
|
9. અને તેની સાથે મનાશ્શાપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોને માટે અલાહિદાં કરેલાં હતાં, એ સર્વ નગરો તેઓના ગામો સહિત તેમને મળ્યાં.
|
10. અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે.
|