Joshua 16 : 1 (GUV)
યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી.
Joshua 16 : 2 (GUV)
અને તેની સરહદ બેથેલથી, અટારોથમાં આર્કીઓની સરહદ સુધીની હતી;
Joshua 16 : 3 (GUV)
અને પશ્ચિમ તરફ તે યાફલેટીઓની સીમાંથી છેક નીચલા બેથ-હોરોન અને ગેઝેર સુધી અને તે ભૂમધ્ય સમુદ્ર તરફ ચાલી.
Joshua 16 : 4 (GUV)
મનાશ્શા અને એફ્રાઈમના લોકોને મનાશ્શા અને એફ્રાઈમ યૂસફના પુત્રો હતાં આ ભૂમિ મળી હતી.
Joshua 16 : 5 (GUV)
એફ્રાઈમનાં કુટુંબીજનોને મળેલી ભૂમિ આ હતી; તેમની પૂર્વ દિશાની સરહદ આટારોથ-આદારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી.
Joshua 16 : 6 (GUV)
ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી.
Joshua 16 : 7 (GUV)
પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી.
Joshua 16 : 8 (GUV)
સરહદ કાનાહ નદીથી પશ્ચિમ તપ્પુઆહ ગઈ. અને સમુદ્ર પર પુરી થઈ. આ બધી ભૂમિ છે જે એફ્રાઈમ લોકોને આપવામાં આવી હતી. તે કુળસમૂહમાં દરેક કુટુંબને આ ભૂમિનો ભાગ મળ્યો.
Joshua 16 : 9 (GUV)
એફ્રાઈમના ઘણા સરહદી નગરો મનાશ્શાની સરહદમાં હતાં, પણ એફ્રાઈમના લોકોને આ નગરો અને તેમની આજુબાજુના ખેતરો મળ્યા હતાં.
Joshua 16 : 10 (GUV)
પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.

1 2 3 4 5 6 7 8 9 10