1. કેમ કે દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે.
|
2. અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે.
|
5. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખયાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેમણે તેમને કહ્યું, “તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે, ” તેમણે તેમને તે માન આપ્યું.
|
7. તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે ઈશ્વરનો ડર રાખ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી.
|
11. આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો.
|
12. કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં મૂળતત્ત્વ શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય, ને ભારે ખોરાકની નહિ, એવા તમે થયા છો.
|
14. પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઈંદ્રિયો ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે.
|