હિબ્રૂઓને પત્ર 5 : 1 (GUV)
કેમ કે દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે.
હિબ્રૂઓને પત્ર 5 : 2 (GUV)
અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે.
હિબ્રૂઓને પત્ર 5 : 3 (GUV)
તે કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને સારુ પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ.
હિબ્રૂઓને પત્ર 5 : 4 (GUV)
અને હારુનની જેમ જેને ઈશ્વરે બોલાવ્યો હોય તે‍સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી.
હિબ્રૂઓને પત્ર 5 : 5 (GUV)
એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખયાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેમણે તેમને કહ્યું, “તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે, ” તેમણે [તેમને તે માન આપ્યું].
હિબ્રૂઓને પત્ર 5 : 6 (GUV)
વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે, “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે, તું સનાતન યાજક છે.”
હિબ્રૂઓને પત્ર 5 : 7 (GUV)
તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.
હિબ્રૂઓને પત્ર 5 : 8 (GUV)
અને તે પુત્ર હતા, તે છતાં પણ પોતે જે જે [સંકટો] સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યા.
હિબ્રૂઓને પત્ર 5 : 9 (GUV)
અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.
હિબ્રૂઓને પત્ર 5 : 10 (GUV)
તેમને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઈશ્વરે પ્રમુખયાજકનું નામ આપ્યું.
હિબ્રૂઓને પત્ર 5 : 11 (GUV)
આ [મેલ્ખીસેદેક] વિષે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો.
હિબ્રૂઓને પત્ર 5 : 12 (GUV)
કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં મૂળતત્‍ત્વ શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય, ને ભારે ખોરાકની નહિ, એવા તમે થયા છો.
હિબ્રૂઓને પત્ર 5 : 13 (GUV)
કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે.
હિબ્રૂઓને પત્ર 5 : 14 (GUV)
પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઈંદ્રિયો ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: