3. અને તેઓએ એકબીજને કહ્યું, “ચાલો, આપણે ઈંટો પાડીએ, ને તે સારી પેઢે પકવીએ.” અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઇંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો.
|
4. અને તેઓએ કહ્યું, “ચાલો, આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.”
|
6. અને યહોવાએ કહ્યું, “જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડયું છે: તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે.
|
9. એ માટે તેનું નામ બાબિલ એટલે ગૂંચવણ પડ્યું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. અને યહોવએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
|
10. શેમની વંશાવાળી આ પ્રમાણે છે: શેમ સો વર્ષનો હતો, ને જળપ્રલયને બે વર્ષ થયા પછી તેને આર્પાકશાદ થયો.
|
29. ઇબ્રામે તથા નાહોરે પત્નીઓ કરી:ઇબ્રામની પત્નીનું નામ સારાય; અને નાહોરની પત્નીનું નામ મિલ્કા, જે હારાનની દીકરી હતીલ; તે હારાન તો મિલ્કા તથા યિસ્કાનો પિતા હતો.
|
31. અને તેરા પોતાના દિકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દિકરા ઇબ્રામની પત્ની સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસ્દીઓના ઉરમાંથી, કનાન દેશમાં જવાને નીકળ્યો; અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યાં.
|