ઊત્પત્તિ 11 : 1 (GUV)
અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી.
ઊત્પત્તિ 11 : 2 (GUV)
અને એમ થયું કે, તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા શિનઆર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા, ને ત્યાં રહ્યા.
ઊત્પત્તિ 11 : 3 (GUV)
અને તેઓએ એકબીજને કહ્યું, “ચાલો, આપણે ઈંટો પાડીએ, ને તે સારી પેઢે પકવીએ.” અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઇંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો.
ઊત્પત્તિ 11 : 4 (GUV)
અને તેઓએ કહ્યું, “ચાલો, આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.”
ઊત્પત્તિ 11 : 5 (GUV)
અને જે નગર તથા બુરજ માણસોના દિકરાઓ બાંધતા હતા, તે જોવાને યહોવા ઊતર્યાં.
ઊત્પત્તિ 11 : 6 (GUV)
અને યહોવાએ કહ્યું, “જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડયું છે: તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે.
ઊત્પત્તિ 11 : 7 (GUV)
ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”
ઊત્પત્તિ 11 : 8 (GUV)
એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા; અને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું.
ઊત્પત્તિ 11 : 9 (GUV)
એ માટે તેનું નામ બાબિલ [એટલે ગૂંચવણ] પડ્યું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. અને યહોવએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
ઊત્પત્તિ 11 : 10 (GUV)
શેમની વંશાવાળી આ પ્રમાણે છે: શેમ સો વર્ષનો હતો, ને જળપ્રલયને બે વર્ષ થયા પછી તેને આર્પાકશાદ થયો.
ઊત્પત્તિ 11 : 11 (GUV)
અને આર્પાકશાદનો જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 12 (GUV)
અને આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને શેલા થયો;
ઊત્પત્તિ 11 : 13 (GUV)
અને શેલાનો જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 14 (GUV)
અને શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને હેબેર થયો.
ઊત્પત્તિ 11 : 15 (GUV)
અને હેબરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 16 (GUV)
અને હેબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેને પેલેગ થયો.
ઊત્પત્તિ 11 : 17 (GUV)
અને પલેગનો જન્મ થયા પછી હેબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 18 (GUV)
અને પેલેગ ત્રીસ વર્ષનો થયો, ને તેને રેઉ થયો.
ઊત્પત્તિ 11 : 19 (GUV)
અને રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 20 (GUV)
અને રે ઉ બત્રીસ વર્ષનો થયો, ને તેને સરૂગ થયો.
ઊત્પત્તિ 11 : 21 (GUV)
અને સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 22 (GUV)
અને સરૂગ ત્રીસ વર્ષનો થયો, ને તેને નાહોર થયો.
ઊત્પત્તિ 11 : 23 (GUV)
અને નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 24 (GUV)
અને નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો, ને તેને તેરા થયો.
ઊત્પત્તિ 11 : 25 (GUV)
અને તેરાનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
ઊત્પત્તિ 11 : 26 (GUV)
અને તેરા સિત્તેર વર્ષનો થયો, ને તેને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા.
ઊત્પત્તિ 11 : 27 (GUV)
હવે તેરાની વંશાવળી આ પ્રમાણે છે: તેરાને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા. અને હારાનથી લોત થયો.
ઊત્પત્તિ 11 : 28 (GUV)
અને હારાન પોતાના પિતા તેરાની અગાઉ, પોતાના જન્મદેશમાં કાસ્દીઓના ઉર [નગર] માં મરી ગયો.
ઊત્પત્તિ 11 : 29 (GUV)
ઇબ્રામે તથા નાહોરે પત્નીઓ કરી:ઇબ્રામની પત્નીનું નામ સારાય; અને નાહોરની પત્નીનું નામ મિલ્કા, જે હારાનની દીકરી હતીલ; તે હારાન તો મિલ્કા તથા યિસ્કાનો પિતા હતો.
ઊત્પત્તિ 11 : 30 (GUV)
પણ સારાય વાંઝણી હતી. તેને કંઈ છોકરું ન હતું.
ઊત્પત્તિ 11 : 31 (GUV)
અને તેરા પોતાના દિકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દિકરા ઇબ્રામની પત્ની સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસ્દીઓના ઉરમાંથી, કનાન દેશમાં જવાને નીકળ્યો; અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યાં.
ઊત્પત્તિ 11 : 32 (GUV)
અને તેરાના દિવસો બસો પાંચ વર્ષ હતાં. અને તેરા હારાનમાં મરી ગયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: