1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગારો.
|
3. તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
|
5. ઓ સૈન્યોના સરદાર યહોવા પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)
|
11. તેઓને મારી નાખશો નહિ, રખેને મારા લોક ભૂલી જાય; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
|
12. તેઓના મુખના પાપને લીધે, તેઓના હોઠોના શબ્દોને લીધે, અને તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના ગર્વમાં ફસાઈ પડવા દો.
|
13. કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો કે, તેઓ હતા ન હતા થઈ જાય; તેઓને ખાતરી આપો કે, પૃથ્વીની સીમા સુધી ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે. (સેલાહ)
|
16. પરંતુ હું તો તમારા સામર્થ્યનું ગાયન કરીશ; હું સવારમાં તમારી કૃપા વિષે હર્ષનાદ કરીશ; કેમ કે તમે મારા ઊંચા ગઢ છો, અને સંકટને સમયે મારા આશ્રયદાતા થયા છો.
|
17. હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ, અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.
|