ગીતશાસ્ત્ર 59 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગારો.
ગીતશાસ્ત્ર 59 : 2 (GUV)
અન્યાય કરનારાઓથી મને છોડાવો, અને ખૂની માણસોથી મને બચાવો.
ગીતશાસ્ત્ર 59 : 3 (GUV)
તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે; પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે; હે યહોવા, મારાં ઉલ્‍લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
ગીતશાસ્ત્ર 59 : 4 (GUV)
[મારો] કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.
ગીતશાસ્ત્ર 59 : 5 (GUV)
ઓ સૈન્યોના [સરદાર] યહોવા પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)
ગીતશાસ્ત્ર 59 : 6 (GUV)
તેઓ સંધ્યાકાળે પાછા આવે છે. તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે, અને નગરની આસપાસ ફેરા ખાય છે.
ગીતશાસ્ત્ર 59 : 7 (GUV)
તેઓ મોંમાંથી ફીણ કાઢે છે; તેઓના હોઠોમાં તરવારો છે; [તેઓ એવું બોલે છે કે,] કોણ સાંભળનાર છે?
ગીતશાસ્ત્ર 59 : 8 (GUV)
પણ, હે યહોવા, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ વિદેશીઓની મશ્કરી કરશો.
ગીતશાસ્ત્ર 59 : 9 (GUV)
હે મારા સામર્થ્ય, હું તમારી રાહ જોઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ છે.
ગીતશાસ્ત્ર 59 : 10 (GUV)
મારા પર કૃપા કરનારા ઈશ્વર મને સામા મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારા કોડ પૂરવા દેશે.
ગીતશાસ્ત્ર 59 : 11 (GUV)
તેઓને મારી નાખશો નહિ, રખેને મારા લોક ભૂલી જાય; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
ગીતશાસ્ત્ર 59 : 12 (GUV)
તેઓના મુખના પાપને લીધે, તેઓના હોઠોના શબ્દોને લીધે, અને તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના ગર્વમાં ફસાઈ પડવા દો.
ગીતશાસ્ત્ર 59 : 13 (GUV)
કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો કે, તેઓ હતા ન હતા થઈ જાય; તેઓને ખાતરી આપો કે, પૃથ્વીની સીમા સુધી ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 59 : 14 (GUV)
સાંજે તેઓ પાછા આવો, તેઓ કૂતરાની જેમ ઘૂરકો, અને નગરની આસપાસ ફેરા ખાઓ.
ગીતશાસ્ત્ર 59 : 15 (GUV)
તેઓ ખાવા માટે રખડતા ફરશે. અને તૃપ્ત નહિ થાય તો આખી રાત [ભૂખ્યા] રહેશે.
ગીતશાસ્ત્ર 59 : 16 (GUV)
પરંતુ હું તો તમારા સામર્થ્યનું ગાયન કરીશ; હું સવારમાં તમારી કૃપા વિષે હર્ષનાદ કરીશ; કેમ કે તમે મારા ઊંચા ગઢ છો, અને સંકટને સમયે મારા આશ્રયદાતા થયા છો.
ગીતશાસ્ત્ર 59 : 17 (GUV)
હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ, અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: