1. પછી દેવે નૂહ અને તેના પુત્રોને આશીર્વાદ આપ્યા અને તેમને કહ્યું કે, બાળકો પેદા કરો, અને તમાંરા લોકોથી પૃથ્વીને ભરી દો.
|
2. પૃથ્વી પરના બધા પ્રાણીઓ, આકાશમાં ઊડતાં બધાં પંખીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો અને સમુદ્રમાંની બધી માંછલીઓ તમાંરા તાબામાં રહેશે અને તમાંરાથી બીશે. મેં તે બધાને તમાંરા હાથમાં સોંપ્યાં છે.
|
3. ભૂતકાળમાં મેં તમને જેમ બધી લીલોતરી ખાવા માંટે આપી હતી, તેમ બધા જીવો પણ આપું છું; એકેએક જીવ તમાંરો ખોરાક બનશે.
|
5. જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.
|
6. “દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.
|
10. હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું.
|
11. હું તમને વચન આપું છું કે, હવે પછી કદાપિ બધા જીવોનો જળપ્રલયથી નાશ નહિ થાય અને હવે પછી કદાપિ જળપ્રલય આવીને પૃથ્વીનો નાશ નહિ કરે.”
|
12. અને દેવે કહ્યું, “તમાંરી તથા તમાંરી સાથેના બધા જીવોની સાથે હું જે કરાર કાયમ માંટે કરું છું તેની આ એંધાણી છે.
|
15. એટલે માંરી અને તમાંરી તથા બધી જાતનાં પ્રાણીઓ વચ્ચે જે કરાર થયો છે તેની મને યાદ આવશે. અને પાણી કદી પ્રલયનું રૂપ ધારણ કરી બધા જીવોનો વિનાશ નહિ કરે.
|
16. જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”
|
17. આ રીતે યહોવાએ નૂહને કહ્યું, “માંરી અને પૃથ્વી પરનાં બધા જીવો વચ્ચે મેં જે કરાર કર્યો છે, તેની આ એંધાણી છે.”
|
18. નૂહના પુત્રો તેમની સાથે વહાણમાંથી બહાર આવ્યા. તેમનાં નામ શેમ, હામ અને યાફેથ હતા. (હામ તો કનાનનો પિતા હતો.)
|
21. નૂહે તેમાંથી દ્રાક્ષારસ બનાવ્યો. અને તે પીધો પછી તે છાકટો બની ગયો અને પોતાનાં વસ્ર કાઢી નાંખી પોતાના તંબુમાં વસ્રહીન પડયો રહ્યો.
|
23. ત્યારપછી શેમ અને યાફેથે એક ચાદર લઈ ખભા પરથી પીઠ પાછળ પકડી પાછે પગે ચાલતા તંબુમાં જઈ વસ્રહીન પિતાને ઓઢાડી દીધી. તેમને વસ્રહીન ન જોવા પડે એટલા માંટે મોં ફેરવીને ગયા હતા.
|
24. પછી નૂહ ઊંઘીને ઊઠયો. તે દ્રાક્ષારસને કારણે સૂઈ રહ્યો હતો. જયારે નશો ઊતરી ગયો ત્યારે તેને ખબર પડી કે, નાના છોકરાએ શું કર્યું હતું.
|